પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરી, 2019નાં રોજ વારાણસી (ઉત્તર પ્રદેશ)માં 15માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદઘાટન કરશે. પહેલી વાર વારાણસીમાં 21 થી 23 જાન્યુઆરી, 2019નાં રોજ સુધી ત્રિ-દિવસીય સંમેલનનું આયોજન થઈ રહ્યું છે. પ્રવાસી ભારતીય દિવસ સંમેલન 2019નો વિષય છે – નવા ભારતના નિર્માણમાં પ્રવાસી ભારતીયોની ભૂમિકા.
મોટા ભાગનાં પ્રવાસી ભારતીયોની કુંભ મેળા અને પ્રજાસત્તાક દિવસ સમારંભમાં સામેલ થવાની ભાવનાઓનું સન્માન કરતા આ 15માં પ્રવાસી ભારતીય સંમેલનને 9 જાન્યુઆરીને બદલે 21 થી 23 જાન્યુઆરી, 2019 વચ્ચે આયોજિત કરવામાં આવ્યો છે. સંમેલન પછી તેઓ 24 જાન્યુઆરીનાં રોજ કુંભ મેળામાં સામેલ થવા માટે પ્રયાગરાજની યાત્રા કરશે. 25 જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીયો દિલ્હી માટે પ્રસ્થાન કરશે અને 26 જાન્યુઆરી, 2019ના રોજ નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડ નિહાળશે.
મોરેશિયસનાં પ્રધાનમંત્રી શ્રી પ્રવિંદ જગન્નાથ પ્રવાસી ભારતીય દિવસ સંમેલનની 15મા સંસ્કરમનાં મુખ્ય અતિથિ રહેશે. નોર્વેનાં સાંસદ શ્રી હિમાંશુ ગુલાઠી વિશિષ્ટ અતિથિ અને ન્યૂઝિલેન્ડનાં સાંસદ શ્રી કવલજિત સિંહ બક્ષી સન્માનિય અતિથિ રહેશે.
આ સંસ્કરણનાં મુખ્ય કાર્યક્રમો આ મુજબ છે –
21 જાન્યુઆરી, 2019 – યુવા પ્રવાસી ભારતીય દિવસ. આ આયોજન યુવા પ્રવાસી ભારતીયોનો નવા ભારત સાથે જોડવાની તક ઉપલબ્ધ કરશે.
22 જાન્યુઆરી, 2019 – પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદઘાટન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, મોરેશિયસનાં પ્રધાનમંત્રી શ્રી પ્રવિંદ જગન્નાથની ઉપસ્થિતમાં કરશે.
23 જાન્યુઆરી, 2019 – સમાપન સત્ર અને રાષ્ટ્રપતિ દ્વારા પ્રવાસી ભારતીય સંમેલન પુરસ્કાર પ્રદાન કરવામાં આવશે.
આ કાર્યક્રમ દરમિયાન વિવિધ સંપૂર્ણ સત્રોનું આયોજન કરવામાં આવશે. સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
પ્રવાસી ભારતીય દિવસ:
ભૂતપૂર્વ ભારતીય પ્રધાનમંત્રી સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીએ પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાનો નિર્ણય લીધો હતો.
સૌપ્રથમ પ્રવાસી ભારતીય દિવસનું આયોજન 9 જાન્યુઆરી, 2003નાં રોજ નવી દિલ્હીમાં થયું હતું. પ્રવાસી ભારતીય દિવસનું આયોજન કરવા માટે 9 જાન્યુઆરીનો દિવસ પસંદ એટલા માટે કરવામાં આવ્યો હતો કે, વર્ષ 1915માં આ જ દિવસે મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા.
હવે પ્રવાસી ભારતીય દિવસનું આયોજન દર બે વર્ષે એક વાર કરવામાં આવે છે. આ આયોજન વિદેશોમાં રહેતાં ભારતીય સમુદાયને સરકાર સાથ કામ કરવા અને પોતાનાં મૂળ સાથે ફરી જોડાવા માટેનો મંચ ઉપલબ્ધ કરાવે છે. સંમેલન દરમિયાન ભારત અને વિદેશ બંનેમાં વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા પસંદ થયેલા પ્રવાસી ભારતીયોને ‘પ્રવાસી ભારતીય સન્માન’ પ્રદાન કરવામાં આવે છે.
14મો પ્રવાસી ભારતીય દિવસ 7 થી 9 જાન્યુઆરી, 2017નાં રોજ બેંગાલુરુ, કર્ણાટકમાં યોજવામાં આવ્યો હતો, જેનું ઉદઘાટન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું. 14મા પ્રવાસી ભારતીય દિવસનો વિષય હતો – પ્રવાસી ભારતીયો સાથે સંબંધોને પુનર્ભાષિત કરવા. પોતાનાં સંબોધનમાં શ્રી મોદીએ કહ્યુ હતું કે, પ્રવાસી ભારતીયો ભારતની શ્રેષ્ઠ સંસ્કૃતિ, લોકાચાર અને મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે અને પોતાનાં યોગદાન માટે સન્માન ધરાવે છે. તેમણે સરકારની પ્રાથમિકતાનાં મુખ્ય ક્ષેત્રો સ્વરૂપે પ્રવાસી ભારતીય સમુદાય સાથે સંબંધોને મહત્વ આપવા પર ભાર મૂક્યો હતો.