પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 ફેબ્રુઆરી, 2021ના રોજ સવારે 11 વાગ્યે વિશ્વ ભરતીના પદવીદાન સમારોહમાં વિડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કરશે. આ પ્રસંગે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ અને વિશ્વ ભારતીના રેક્ટર શ્રી જગદીપ ધનખર; કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડૉ. રમેશ પોખરીયાલ 'નિશંક' અને રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રી સંજય ધોત્રે પણ ઉપસ્થિત રહેશે. સમારોહ દરમિયાન કુલ 2535 વિદ્યાર્થીઓ તેમની ડિગ્રી પ્રાપ્ત કરશે.
વિશ્વભારતી વિશે
વિશ્વ ભારતીની સ્થાપના ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે 1921માં કરી હતી. તે દેશની સૌથી પ્રાચીન કેન્દ્રીય વિશ્વવિદ્યાલય છે. મે 1951માં સંસદના અધિનિયમ દ્વારા વિશ્વ ભારતીને કેન્દ્રીય વિશ્વવિદ્યાલયને "રાષ્ટ્રીય મહત્વની સંસ્થા" તરીકે સ્થાપિત કરવામાં આવી. યુનિવર્સિટીએ ગુરુદેવ ટાગોર દ્વારા ઘડી કાઢેલા શિક્ષણ શાસ્ત્રનું પાલન કર્યું, જો કે ધીરે-ધીરે તે બીજા બધા વિશ્વ વિદ્યાલયની જેમ આધુનિક સ્વરૂપમાં વિકસિત થઈ. પ્રધાનમંત્રી યુનિવર્સિટીના કુલપતિ પણ છે.