પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ મહામહિમ વ્લાદિમીર પુતિન સાથે આજે ટેલિફોન પર વાતચીત કરી હતી.
બંને નેતાઓએ યુક્રેન, ખાસ કરીને ખાર્કીવ શહેરની સ્થિતિની સમીક્ષા કરી, જ્યાં અનેક ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે. તેમણે સંઘર્ષરત ક્ષેત્રોમાંથી ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર લાવવા અંગે ચર્ચા કરી.