પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મહારાજા સુહેલદેવ સ્મારક અને 16 ફેબ્રુઆરી, 2021ના રોજ ચિતૌરા સરોવરના વિકાસ કાર્યનો શિલાન્યાસ કરશે. ઉત્તરપ્રદેશના બહરાઈચના કાર્યક્રમમાં મહારાજા સુહેલદેવની જયંતી મનાવવામાં આવશે. યુપીના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.
પૂર્ણ પરિયોજનામાં મહારાજા સુહેલદેવની એક અશ્વારોહી પ્રતિમાની સ્થાપના અને કાફેટેરિયા, ગેસ્ટ હાઉસ અને બાળકો માટેના પાર્ક જેવી વિવિધ પર્યટક સુવિધાઓનો વિકાસ સામેલ હશે.
દેશ માટે મહારાજા સુહેલદેવનું સમર્પણ અને સેવા સૌ કોઈ માટે પ્રેરણાનો સ્ત્રોત છે અને આ સ્મારક સ્થળના વિકાસની સાથે, દેશ મહારાજા સુહેલદેવની વીર ગાથાથી વધુ ઉત્તમ રીતે પરિચિત થઈ શકશે. આ સ્થળની પ્રવાસન ક્ષમતાઓમાં વધારો કરશે.