પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેપાળના પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત થવા માટે તથા સંસદમાં વિશ્વાસ મત જીતવા માટે નેપાળના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી શેર બહાદુર દેઉબા સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી અને તેમને અભિનંદન પાઠવ્યા હતા.
ભારત અને નેપાળ વચ્ચેની વિશિષ્ટ અને હજારો વર્ષ જૂની મિત્રતાને રેખાંકિત કરીને બંને દેશોના લોકો વચ્ચેના સંબંધોને યાદ કરીને, બંને નેતાઓએ તમામ ક્ષેત્રે દ્વિપક્ષીય સહયોગ વધારવા માટે સાથે મળીને કામ કરવા પર સહમતિ વ્યક્ત કરી હતી.
તેમણે ખાસ કરીને, કોવિડ-19 મહામારી વિરુદ્ધ ચાલી રહેલા પ્રયાસોના સંદર્ભમાં સહયોગ અને સમન્વયને વધુ મજબૂત કરવાના ઉપાયો વિશે ચર્ચા કરી હતી.