પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનના 3 વર્ષ પૂર્ણ થવા બદલ વખાણ કર્યા છે.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલની પોસ્ટ અને MyGov દ્વારા એક થ્રેડ પોસ્ટ X પર શેર કરતાં, પ્રધાનમંત્રીએ લખ્યું:
“પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન ભારતના માળખાગત માળખામાં ક્રાંતિ લાવવાના હેતુથી પરિવર્તનકારી પહેલ તરીકે ઉભરી આવ્યો છે. તેણે મલ્ટિમોડલ કનેક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો કર્યો છે, જેનાથી તમામ ક્ષેત્રોમાં ઝડપી અને વધુ કાર્યક્ષમ વિકાસ થયો છે.
વિવિધ હિસ્સેદારોના સીમલેસ એકીકરણથી લોજિસ્ટિક્સમાં વધારો થયો છે, વિલંબ ઓછો થયો છે અને ઘણા લોકો માટે નવી તકો ઊભી થઈ છે.”
“ગતિશક્તિના કારણે, ભારત વિકસિત ભારતના આપણાં વિઝનને પૂર્ણ કરવા માટે ઝડપથી આગળ વધી રહ્યાં છે. તેનાથી પ્રગતિ, સાહસિકતા અને નવીનતાને પ્રોત્સાહન મળશે.”
PM #GatiShakti National Master Plan has emerged as a transformative initiative aimed at revolutionizing India’s infrastructure. It has significantly enhanced multimodal connectivity, driving faster and more efficient development across sectors.
— Narendra Modi (@narendramodi) October 13, 2024
The seamless integration of… https://t.co/aQKWgY0sFs