પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇજરાયલના પ્રધાનમંત્રી શ્રી બેંજામિન નેતન્યાહૂ સાથે ટેલીફોન પર વાતચીત કરી હતી.
બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી ઉત્કૃષ્ટ પ્રગતીની સમીક્ષા કરી હતી. એમણે કોવિડ-19 મહામારીના સંદર્ભમાં વૈશ્વિક સ્થિતિ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.