પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક સરકારના વડા તરીકે 23 વર્ષ પૂર્ણ કરવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકેનાં પોતાનાં સમયને યાદ કર્યો હતો અને કહ્યું હતું કે, ગુજરાત 'સબ કા સાથ, સબ કા વિકાસ'નાં ઉજ્જવળ ઉદાહરણ સ્વરૂપે બહાર આવ્યું છે, જે સમાજનાં તમામ વર્ગો માટે સમૃદ્ધિ સુનિશ્ચિત કરે છે. વીતેલા દાયકાનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની વિકાસલક્ષી હરણફાળથી એ સુનિશ્ચિત થયું છે કે, આપણાં દેશને વૈશ્વિક સ્તરે અતિ આશાવાદ સાથે જોવામાં આવે છે. તેમણે નાગરિકોને ખાતરી આપી હતી કે તેઓ વિકસિત ભારતના સામૂહિક લક્ષ્યને સાકાર ન થાય ત્યાં સુધી અવિરત પણે કામ કરતા રહેશે અને આરામ કરશે નહીં.
પ્રધાનમંત્રીએ X પર એક થ્રેડ પોસ્ટ કર્યો હતો:
"#23YearsOfSeva...
હું સરકારના વડા તરીકે ૨૩ વર્ષ પૂર્ણ કરું છું ત્યારે જેમણે તેમના આશીર્વાદ અને શુભેચ્છાઓ મોકલી છે તે દરેકનો હૃદયપૂર્વક આભાર. 7 ઓક્ટોબર, 2001ના રોજ મેં ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી ઉપાડી લીધી હતી. @BJP4India, મારા પક્ષની એ મહાનતા હતી કે તેમણે મારા જેવા નમ્ર કાર્યકર્તાને રાજ્યના વહીવટના વડા તરીકેની જવાબદારી સોંપી છે."
"જ્યારે મેં મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો, ત્યારે ગુજરાત અસંખ્ય પડકારોનો સામનો કરી રહ્યું હતું - 2001નો કચ્છ ધરતીકંપ, તે પહેલાં એક સુપર સાયક્લોન, એક મોટો દુષ્કાળ, અને લૂંટ, કોમવાદ અને જાતિવાદ જેવા કોંગ્રેસના ઘણા દાયકાઓના કુશાસનનો વારસો. જનશક્તિથી સંચાલિત થઈને અમે ગુજરાતનું પુનઃનિર્માણ કર્યું છે અને કૃષિ જેવા ક્ષેત્રમાં પણ પ્રગતિની નવી ઊંચાઈઓ સર કરી છે, જેના માટે રાજ્ય પરંપરાગત રીતે જાણીતું નથી."
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "મુખ્યમંત્રી તરીકેનાં મારાં 13 વર્ષ દરમિયાન ગુજરાત 'સબ કા સાથ, સબ કા વિકાસ'નાં ઉજ્જવળ ઉદાહરણ સ્વરૂપે બહાર આવ્યું છે, જે સમાજનાં તમામ વર્ગો માટે સમૃદ્ધિ સુનિશ્ચિત કરે છે. વર્ષ 2014માં ભારતની જનતાએ મારા પક્ષને વિક્રમી જનાદેશ આપ્યો હતો, જેથી હું પ્રધાનમંત્રી તરીકે સેવા આપી શક્યો હતો. આ એક ઐતિહાસિક ક્ષણ હતી, કારણ કે 30 વર્ષમાં આ પહેલી વાર બન્યું હતું કે કોઈ પણ પક્ષને પૂર્ણ બહુમતી મળી હોય."
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "છેલ્લાં એક દાયકામાં આપણે આપણો દેશ જે પડકારોનો સામનો કરી રહ્યો છે તેને પહોંચી વળવા સક્ષમ બન્યા છીએ. 25 કરોડથી વધુ લોકોને ગરીબીની ચુંગાલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. ભારત પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે અને તેનાથી આપણા એમએસએમઇ, સ્ટાર્ટ અપ્સ સેક્ટર અને અન્ય બાબતોમાં ખાસ મદદ મળી છે. આપણાં મહેનતુ ખેડૂતો, નારી શક્તિ, યુવા શક્તિ અને ગરીબો અને સમાજનાં વંચિત વર્ગો માટે સમૃદ્ધિનાં નવા દ્વાર ખુલ્યાં છે."
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ભારતની વિકાસલક્ષી હરણફાળથી એ સુનિશ્ચિત થયું છે કે, આપણા દેશને વૈશ્વિક સ્તરે અત્યંત આશાવાદ સાથે જોવામાં આવે છે. વિશ્વ આપણી સાથે જોડાવા, આપણા લોકોમાં રોકાણ કરવા અને આપણી સફળતાનો હિસ્સો બનવા આતુર છે. તે જ સમયે, ભારત વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે વિસ્તૃતપણે કામ કરી રહ્યું છે, પછી ભલે તે આબોહવામાં પરિવર્તન, હેલ્થકેરમાં સુધારો, એસડીજીને સાકાર કરવા અને વધુ હોય."
"વર્ષોથી ઘણું બધું પ્રાપ્ત થયું છે, પરંતુ હજી ઘણું કરવાનું બાકી છે. આ ૨૩ વર્ષોમાં થયેલા શિક્ષણથી અમને અગ્રણી પહેલ સાથે આગળ આવવામાં સક્ષમ બનાવ્યું જેણે રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે અસર કરી છે. હું મારા સાથી ભારતીયોને ખાતરી આપું છું કે, હું લોકોની સેવામાં વધુ જોમ સાથે, વધુ જોશ સાથે, અવિરત પણે કામ કરતો રહીશ. જ્યાં સુધી વિકસિત ભારતનું આપણું સામૂહિક લક્ષ્ય સાકાર નહીં થાય ત્યાં સુધી હું આરામ નહીં કરું."
#23YearsOfSeva…
— Narendra Modi (@narendramodi) October 7, 2024
A heartfelt gratitude to everyone who has sent their blessings and good wishes as I complete 23 years as the head of a government. It was on October 7, 2001, that I took on the responsibility of serving as the Chief Minister of Gujarat. It was the greatness of…