હું 4-5 સપ્ટેમ્બર, 2019ના રોજ રશિયાનાવ્લાદિવોસ્તોકની મુલાકાત લઇ રહ્યો છું.
રશિયાના દૂરના પૂર્વીય પ્રદેશની ભારતીય પ્રધાનમંત્રી તરીકેની મારી આ પ્રથમ મુલાકાત અમારા મજબૂત દ્વિપક્ષીય સંબંધોના જોડાણને બન્ને પક્ષો તરફથી વધારે વૈવિધ્યપૂર્ણ બનાવવા અને વધારે મજબૂત કરવાની ઇચ્છા દર્શાવે છે.
મારી મુલાકાતના બે હેતુ – રશિયાના રાષ્ટ્રપતિ શ્રી વ્લાદિમિર પુતિનના આમંત્રણ પર 5માંપૂર્વીય આર્થિક મંચના મુખ્ય મહેમાન તરીકે ભાગ લેવાનો અને તેમની સાથે 20મી ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન હાથ ધરવાનો છે. આ મંચ રશિયાના દૂરના પૂર્વીય પ્રદેશમાં વ્યાપાર અને રોકાણની તકોના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને આ ક્ષેત્રમાં ભારત અને રશિયા વચ્ચે ગાઢ અને પરસ્પર લાભદાયક સહકાર વિકસાવવાની પ્રચંડ સંભાવનાઓ રજૂ કરે છે.
આપણા બન્ને દેશો પોતાની વિશિષ્ટ અને આગવી વ્યૂહાત્મક ભાગીદારીના મજબૂત પાયા પર નિર્માણ પામેલા સર્વશ્રેષ્ઠ સંબંધોનો ફાયદો મેળવે છે. બન્ને દેશો સંરક્ષણ, નાગરિક અણુ ઉર્જા અને અવકાશના શાંતિપૂર્ણ ઉપયોગના વ્યૂહાત્મક ક્ષેત્રોમાં વ્યાપકપણે સહકાર ધરાવે છે. આપણે મજબૂત અને વૃદ્ધિ પામી રહેલા વેપાર અને રોકાણ સંબંધો ધરાવીએ છીએ.
આપણી મજબૂત ભાગીદારી બહુઆયામી વિશ્વને પ્રોત્સાહન કરવાની ઇચ્છા દ્વારા પૂરક બને છે અને બન્ને દેશો પ્રાદેશિક અને બહુરાષ્ટ્રીય મંચ પર આ હેતુ સિદ્ધ કરવા પરસ્પર ગાઢ સહકાર આપે છે.
હું અમારી દ્વિપક્ષીય ભાગીદારી તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓના વ્યાપક ક્ષેત્રો પર મારા મિત્ર રાષ્ટ્રપતિ પુતિન સાથે ચર્ચા કરવાની આતુરતાથી રાહ જોઉ છું. હું પૂર્વીય આર્થિક મંચમાં ઉપસ્થિત રહેનારા અન્ય વૈશ્વિક નેતાઓ સાથે મુલાકાત અને તેમા ભાગ લઇ રહેલા ભારતીય ઉદ્યોગ અને વ્યવસાય પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપની આશા રાખું છું.
The 20th India-Russia Annual Summit would also be held during the visit to Vladivostok. I look forward to holding extensive talks with President Putin, aimed at strengthening the India-Russia Special and Privileged Strategic Partnership. @KremlinRussia_E
— Narendra Modi (@narendramodi) September 3, 2019
In Russia, there would also be a visit to the Zvezda ship-building complex. It would present a great opportunity to learn about Russia’s exemplary capabilities in the ship-building sector as well as explore possibilities of cooperation in this area.
— Narendra Modi (@narendramodi) September 3, 2019
As a part of efforts to boost cultural cooperation, a special stamp to commemorate Gandhi Ji’s 150th Jayanti would be released. An innovative App to popularise Yoga would also be inaugurated. I hope more Russian sisters and brothers make Yoga an integral part of their routine.
— Narendra Modi (@narendramodi) September 3, 2019