પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કાલે સાંજે (18-01-2017) અમેરીકાના રાષ્ટ્રપતિ શ્રી બરાક ઓબામા સાથે ટેલિફોન પર વાત કરી.
બંને નેતાઓએ છેલા કેટલાક વર્ષોમાં ભારત અને અમેરીકાની વચ્ચે સંબંધોમાં ઉલ્લેખનીય પ્રગતિ અને દરેક ક્ષેત્રમાં સહયોગ અંગે સંતોષકારક સમીક્ષા કરી.
પ્રધાનમંત્રીએ ભારત અને અમેરિકાની વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને સશક્ત બનાવવામાં રાષ્ટ્રપતિ બરાક ઓબામાના મજબૂત સમર્થન અને યોગદાન માટે તેમનો આભાર માન્યો.
તેમણે રાષ્ટ્રપતિ ઓબામાને તેમના ભવિષ્યના પ્રયાસો માટે પોતાની હાર્દિક શુભકામનાઓ પાઠવી.