ફિનલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી જુહા સિપિલાએ સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો.
પ્રધાનમંત્રી સિપિલાએ પ્રધાનમંત્રી મોદીને વસ્તુ અને સેવા વેરો (જીએસટી)ના ઐતિહાસિક અને સફળ અમલ પર અભિનંદન આપ્યા હતા.
બંને નેતાઓ અગાઉ ફેબ્રુઆરી, 2016માં મળ્યા હતા અને તેમણે ત્યારથી અત્યાર સુધી દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. વર્ષ 2016માં પ્રધાનમંત્રી સિપિલાએ મુંબઈમાં મેક ઇન ઇન્ડિયામાં સહભાગી થવા ભારતની મુલાકાત લીધી હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધોને વધારે મજબૂત કરવા ચર્ચા પણ કરી હતી.