ક્રેમલિનના સેન્ટ એન્ડ્રુ હોલમાં એક વિશેષ સમારોહમાં, રશિયન ફેડરેશનના પ્રમુખ, મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિને રશિયાનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર "ધ ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ ધ અપોસ્ટલ" પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ભારત-રશિયા સંબંધોને ઉત્તેજન આપવા માટે તેમના યોગદાન બદલ એનાયત કર્યો હતો. આ પુરસ્કારની જાહેરાત 2019માં કરવામાં આવી હતી.
એવોર્ડ સ્વીકારતી વખતે, પ્રધાનમંત્રીએ તેને ભારતના લોકો અને ભારત અને રશિયા વચ્ચેના પરંપરાગત મિત્રતાના બંધનોને સમર્પિત કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ માન્યતા બંને દેશો વચ્ચે વિશિષ્ટ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને પ્રકાશિત કરે છે.
આ એવોર્ડની સ્થાપના 300 વર્ષ પહેલા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આ પુરસ્કારથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય નેતા છે.