પ્રધાનમંત્રીશ્રીનરેન્દ્રમોદીએયુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ મહામહિમ ચાર્લ્સ માઇકલસાથે ફોન પરવાતચીત કરી હતી.
પ્રધાનમંત્રીએ શ્રી ચાર્લ્સનેયુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ તરીકેનો હોદ્દો સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને સફળ કાર્યકાળ માટે તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે,ભારત – યુરોપિયન સંઘની ભાગીદારી શ્રી માઇકલના નેતૃત્વમાં વધુ મજબૂત થશે.
આ વર્ષે અગાઉ ન્યૂયોર્કમાં UNGA દરમિયાન શ્રી માઇકલ સાથે થયેલી મુલાકાતને યાદ કરતા પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, ભારતBTIA, કનેક્ટિવિટી ભાગીદારી, યૂરોપોલ, યૂરોએટમ,ત્રાસવાદ વિરોધી કાર્યવાહી, જળવાયુપરિવર્તન વગેરે સહિત પારસ્પરિક હિતોના મુદ્દાઓમાં પ્રગતિ માટે પ્રતિબદ્ધ છે.
આવતા વર્ષે બ્રસેલ્સમાં વહેલી તકે આગામી ભારત-ઇયુસમિટનું આયોજન કરવા માટે બંને નેતાઓએ સંમતિ દર્શાવી હતી. રાજદ્વારી ચેનલ દ્વારાઆ સંબંધે તારીખો નક્કી કરવામાં આવશે.