પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સમાં હાજરી આપવા જોધપુર આવ્યાં હતાં.
તેઓ જોધપુરમાં એર ફોર્સ સ્ટેશનમાં આવતાં તેમને સેનાની ત્રણેય પાંખ દ્વારા ગાર્ડ ઓફ ઑનર આપવામાં આવ્યું હતું.
તેમણે કોણાર્ક યુદ્ધ સ્મારકમાં શહીદોને શ્રદ્ધાસુમન પાઠવ્યાં હતાં. પ્રધાનમંત્રી મુલાકાતી બુકમાં લખ્યું હતું કે, દેશને સશસ્ત્ર દળો પર ગર્વ છે, જે માતૃભૂમિની રક્ષા કાજે કટિબદ્ધ અને પ્રતિબદ્ધ છે. તેમણે બહાદુર શહીદ સૈનિકોને યાદ કર્યા હતાં અને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં, જેમણે સર્વોચ્ચ ત્યાગ કર્યો છે તથા પેઢીઓ માટે પ્રેરણાનું પ્રતિક છે.
પ્રધાનમંત્રીએ કોણાર્ક સ્ટેડિયમમાં પરાક્રમ પર્વનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે એક પ્રદર્શનની મુલાકાત લીધી હતી.