પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 06 જૂન, 2024ના રોજ થાઈલેન્ડ રાજ્યના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી શ્રીથા થાવિસિન સાથે ખૂબ જ ઉષ્માસભર અને સૌહાર્દપૂર્ણ ટેલિફોન પર વાતચીત કરી હતી. થાઇલેન્ડનાં પ્રધાનમંત્રીએ ભારતમાં તાજેતરમાં સંપન્ન થયેલી સામાન્ય ચૂંટણીઓમાં વિજય મેળવવા બદલ પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યાં હતાં.
બંને પ્રધાનમંત્રીઓએ વેપાર અને રોકાણ, સંસ્કૃતિ અને લોકો વચ્ચેના સંબંધો જેવા વિવિધ ક્ષેત્રોમાં બહુપક્ષીય અને મજબૂત દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા પર પણ વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું.
Thank PM Srettha @Thavisin for his congratulatory call. Look forward to strengthen India-Thailand strategic partnership for the benefit of our people and the bright future of Asia. Our best wishes to Thailand for successful Presidency of BIMSTEC.
— Narendra Modi (@narendramodi) June 6, 2024