પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેપાળના પ્રધાનમંત્રી માનનીય પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. પ્રધાનમંત્રી પ્રચંડે ભારતમાં તાજેતરમાં પૂર્ણ થયેલી સામાન્ય ચૂંટણીઓમાં ત્રીજી મુદત માટે ઐતિહાસિક જીત મેળવવા બદલ પ્રધાનમંત્રી મોદીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ભારત-નેપાળના સંબંધો વધુ મજબૂત બનશે.
પ્રધાનમંત્રી મોદીએ શુભેચ્છા પાઠવવા બદલ પ્રધાનમંત્રી ‘પ્રચંડ’નો આભાર માન્યો હતો. તેમણે ગયા વર્ષે નેપાળના પ્રધાનમંત્રીની ભારત મુલાકાતને યાદ કરતાં નોંધ્યું હતું કે, તે સમયે તેઓએ બંને દેશો વચ્ચે પરંપરાગત, મૈત્રીપૂર્ણ અને બહુપક્ષીય ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે ઘણી પહેલ કરી હતી.
નેપાળ ભારત સાથે ઊંડા સાંસ્કૃતિક અને સભ્યતાના સંબંધો વહેંચે છે અને ભારતની 'નેબરહુડ ફર્સ્ટ' નીતિમાં ખાસ ભાગીદાર છે. ટેલિફોન કોલ બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનની પરંપરાઓ યથાવત રાખે છે.
Happy to speak with PM @cmprachanda. Thanked him for his warm wishes. We reaffirmed our shared commitment to bolster the deep-rooted and multifaceted partnership between India and Nepal, and agreed to sustain the positive momentum in our relations.
— Narendra Modi (@narendramodi) June 5, 2024