આર્મેનિયાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નિકોલ પાશિનયાને આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ફોન કર્યો અને તાજેતરમાં પૂર્ણ થયેલી સામાન્ય ચૂંટણીમાં મળેલી જીત બદલ અભિનંદન પાઠવ્યા.
પ્રધાનમંત્રીએ પીએમ પાશિનયાનનો આભાર માન્યો અને તમામ ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે વધી રહેલા સહયોગની નોંધ લીધી.
બંને નેતાઓએ ભારત-આર્મેનિયા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબુત બનાવવાની દિશામાં કામ કરવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી.
તેઓ સંપર્કમાં રહેવા સંમત થયા.