પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ CISFના જવાનો તથા તેમના પરિવારજનોને કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના સ્થાપના દિવસ માટે શુભકામનાઓ આપી છે.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, ‘તેમના સ્થાપના દિવસ નિમિતે સાહસી @CISFHQrs કર્મીઓ અને તેમના પરિજનોને શુભકામનાઓ. રાષ્ટ્રીય સુરક્ષા અને પ્રગતિને આગળ વધારવામાં તેમની ભૂમિકા ઊંડાણપૂર્વક મહત્વપૂર્ણ છે. 2019માં, હું સીઆઈએસએફના સ્થાપના દિવસ સમારોહમાં સામેલ રહ્યો હતો. અહીં મેં એ સમયે સંબોધન કર્યુ હતું.’