પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21-22 ઓગસ્ટ 2024ના રોજ પોલેન્ડની મુલાકાત લેશે. છેલ્લા 45 વર્ષમાં ભારતીય પ્રધાનમંત્રી દ્વારા પોલેન્ડની આ પ્રથમ મુલાકાત હશે.
પ્રધાનમંત્રીનું વોર્સોમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. તેઓ રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી. એન્ડ્રેઝ સેબેસ્ટિયન ડુડા અને મહામહિમ પ્રધાનમંત્રી શ્રી ડોનાલ્ડ ટસ્ક સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. પ્રધાનમંત્રી પોલેન્ડમાં ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરશે.
ત્યારબાદ પ્રધાનમંત્રી યુક્રેન જશે. 1992માં બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપના બાદ ભારતીય પ્રધાનમંત્રી દ્વારા યુક્રેનની આ પ્રથમ મુલાકાત હશે.
કિવમાં પ્રધાનમંત્રીની મુલાકાતો રાજકીય, વેપાર, આર્થિક, રોકાણ, શિક્ષણ, સાંસ્કૃતિક, લોકો વચ્ચેના આદાનપ્રદાન, માનવતાવાદી સહાય અને અન્ય સહિત દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓને સ્પર્શશે. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી વિદ્યાર્થીઓ સહિત ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરશે. પ્રધાનમંત્રીની યુક્રેનની સીમાચિહ્ન મુલાકાત દ્વિપક્ષીય સંબંધોને વધુ એકીકૃત અને વિસ્તરણમાં મદદ કરશે.