મહામહિમ,

ઉષ્માભર્યું સ્વાગત કરવા બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. તમારું પ્રધાનમંત્રીનું પદ સંભાળ્યા પછીની આ અમારી પ્રથમ મુલાકાત છે. મારા તરફથી તમને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ. મને વિશ્વાસ છે કે 4Gના નેતૃત્વમાં સિંગાપોર વધુ ઝડપથી આગળ વધશે.

મહામહિમ,

સિંગાપોર માત્ર ભાગીદાર દેશ નથી. સિંગાપોર દરેક વિકાસશીલ દેશ માટે પ્રેરણા છે. ભારતમાં ઘણા સિંગાપોર બનાવા ઈચ્છે છે. અને મને ખુશી છે કે અમે આ દિશામાં સાથે મળીને પ્રયાસો કરી રહ્યા છીએ. અમારી વચ્ચે રચાયેલ મંત્રી સ્તરીય રાઉન્ડ ટેબલ એ એક પાથ-બ્રેકિંગ મિકેનિઝમ છે. કૌશલ્ય, ડિજિટલાઇઝેશન, ગતિશીલતા, અદ્યતન ઉત્પાદન જેમ કે સેમિકન્ડક્ટર અને AI, આરોગ્યસંભાળ, ટકાઉપણું અને સાયબર સુરક્ષા જેવા ક્ષેત્રોમાં સહકાર તરફ પહેલોની ઓળખ કરવામાં આવી છે.

મહામહિમ,

સિંગાપોર અમારી એક્ટ ઈસ્ટ પોલિસીનું પણ મહત્વનું આર્કિટેક્ટ છે. લોકતાંત્રિક મૂલ્યોમાં અમારી સહિયારી માન્યતા અમને એક સાથે જોડે છે અને મારી ત્રીજી કાર્યકાળની શરૂઆતમાં સિંગાપોરની મુલાકાત લેવાનો મને આનંદ છે. છેલ્લા દસ વર્ષમાં આપણો બિઝનેસ લગભગ બમણો થયો છે. પરસ્પર રોકાણ લગભગ ત્રણ ગણું વધીને $150 બિલિયનને પાર કરી ગયું છે. સિંગાપોર એ પહેલો દેશ હતો જેની સાથે અમે UPIની પર્સન ટુ પર્સન પેમેન્ટ સુવિધા શરૂ કરી. છેલ્લા 10 વર્ષમાં સિંગાપોરના 17 સેટેલાઇટ ભારતમાંથી લોન્ચ કરવામાં આવ્યા છે. કૌશલ્યથી લઈને સંરક્ષણ ક્ષેત્ર સુધીના આપણા સહયોગમાં ગતિ આવી છે. સિંગાપોર એરલાઈન્સ અને એર ઈન્ડિયા વચ્ચેના કરારથી કનેક્ટિવિટી મજબૂત થઈ છે. મને ખુશી છે કે આજે આપણે સાથે મળીને આપણા સંબંધોને એક વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીનું સ્વરૂપ આપી રહ્યા છીએ.

મહામહિમ,

સિંગાપોરમાં રહેતા ભારતીય મૂળના 3.5 લાખ લોકો આપણા સંબંધોનો મજબૂત પાયો છે. સુભાષચંદ્ર બોઝ, આઝાદ હિંદ ફોજ અને નાના ભારતને સિંગાપોરમાં જે સ્થાન અને સન્માન મળ્યું છે તેના માટે અમે સમગ્ર સિંગાપોરના હંમેશ માટે આભારી છીએ. આપણા સંબંધો 2025માં 60 વર્ષ પૂરા કરવા જઈ રહ્યા છે. તેને ધામધૂમથી ઉજવવા માટે બંને દેશોમાં એક્શન પ્લાન તૈયાર કરવાનું કામ કરવું જોઈએ. મને એ જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ભારતનું પ્રથમ તિરુવલ્લુવર સાંસ્કૃતિક કેન્દ્ર ટૂંક સમયમાં સિંગાપોરમાં ખોલવામાં આવશે. મહાન સંત તિરુવલ્લુવરે વિશ્વને સૌથી પ્રાચીન ભાષા તમિલમાં માર્ગદર્શક વિચારો આપ્યા છે. તેમની રચના તિરુક્કુરલ લગભગ 2 હજાર વર્ષ પહેલાની છે, પરંતુ તેમાં આપવામાં આવેલા વિચારો આજે પણ સુસંગત છે. તેમણે કહ્યું છે કે, નયનોદુ નાનરી પુરીન્દ પાયાનુદૈયા પંબુ પરત્તુમ ઉલ્ગુ. એટલે કે, વિશ્વ તે લોકોની પ્રશંસા કરે છે જેઓ ન્યાય અને અન્યની સેવા માટે જાણીતા છે. મને વિશ્વાસ છે કે સિંગાપોરમાં રહેતા લાખો ભારતીયો પણ આ વિચારોથી પ્રેરિત છે અને બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં યોગદાન આપી રહ્યા છે.

મહામહિમ,

મેં સિંગાપોરમાં શાંગરીલા ડાયલોગમાં જ ભારતનું ઈન્ડો-પેસિફિક વિઝન રજૂ કર્યું હતું. અમે પ્રાદેશિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે સિંગાપોર સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું. ફરી એકવાર મને આપવામાં આવેલા સન્માન અને આતિથ્ય માટે તમારો ખૂબ ખૂબ આભાર.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
25% of India under forest & tree cover: Government report

Media Coverage

25% of India under forest & tree cover: Government report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi