પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કિવમાં યુક્રેનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વોલોદિમીર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી. મેરીન્સ્કી પેલેસ ખાતે પહોંચ્યા પછી રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું.
બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર સ્તર પર ચર્ચા કરી અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું. મીટિંગ બાદ એક સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. જોવા માટે અહીં ક્લિક કરો.
બંને નેતાઓની ઉપસ્થિતિમાં ચાર કરારો પર હસ્તાક્ષર થયા. જેમાં (i) કૃષિ અને ખાદ્ય ઉદ્યોગના ક્ષેત્રમાં સહકાર પરના કરારનો સમાવેશ થાય છે; (ii) મેડિકલ પ્રોડક્ટ્સ રેગ્યુલેશનના ક્ષેત્રમાં સહકાર પર એમઓયુ; (iii) ઉચ્ચ અસર ધરાવતા સમુદાય વિકાસ પ્રોજેક્ટ્સના અમલીકરણ માટે ભારતીય માનવતાવાદી અનુદાન સહાય પર એમઓયુ; અને (iv) 2024-2028 માટે સાંસ્કૃતિક સહકાર માટેનો કાર્યક્રમ સામેલ છે.