પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે સિડનીમાં અલગ-અલગ બેઠકોમાં ઓસ્ટ્રેલિયાની અનેક અગ્રણી હસ્તીઓને મળ્યા હતા. આ વ્યક્તિઓમાં શામેલ હસ્તીઓ નીચે મુજબ છે:
- પ્રોફેસર બ્રાયન પી. શ્મિટ, ભૌતિકશાસ્ત્રમાં નોબલ પુરસ્કાર વિજેતા અને ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટી, કેનબેરાના વાઇસ-ચાન્સેલર અને પ્રમુખ
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.79150000_1684825932_brad.jpeg)
- શ્રી માર્ક બલ્લા, બિઝનેસ નિષ્ણાત અને માનવતાવાદી મુદ્દાઓ પર કુશળ જાહેર વક્તા
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.18426900_1684826053_mark-balla.jpeg)
- શ્રીમતી ડેનિયલ મેટ સુલિવાન, આદિવાસી કલાકાર
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.23280600_1684826145_mate-sullivan.jpeg)
- સુશ્રી સારાહ ટોડ, આંતરરાષ્ટ્રીય રસોઇયા, રેસ્ટોરેચર, ટીવી હોસ્ટ, વક્તા અને ઉદ્યોગસાહસિક
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.08386500_1684826468_sara.jpeg)
- પ્રોફેસર ટોબી વોલ્શ, મુખ્ય વૈજ્ઞાનિક, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્સ્ટિટ્યૂટ, યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સ, સિડની
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.58957200_1684826648_tody.jpeg)
- એસોસિયેટ પ્રોફેસર સાલ્વાટોર બેબોન્સ, સમાજશાસ્ત્રી, સંશોધક અને લેખક
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.64888200_1684837691_barabasa.jpg)
- શ્રી ગાય થિયોડોર સેબેસ્ટિયન, અગ્રણી ઓસ્ટ્રેલિયન ગાયક
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.29842000_1684826767_sevestian.jpeg)
પ્રધાનમંત્રીએ તેમની સિદ્ધિઓ પર તેમને અભિનંદન આપ્યા અને ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધોને મજબૂત કરવામાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કર્યા.