પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ન્યુયોર્ક, યુએસએમાં ટેક પાયોનિયર, બિઝનેસ મહારથી ટેસ્લા ઇન્ક. અને સ્પેસએક્સના CEO, માલિક, CTO અને Twitterના ચેરમેન; બોરિંગ કંપની અને એક્સ-કોર્પના સ્થાપક; ન્યુરલિંક અને ઓપનએઆઈના સહ-સ્થાપક, શ્રી એલન મસ્કને મળ્યા.
પ્રધાનમંત્રીએ વિવિધ ક્ષેત્રોમાં ટેકનોલોજીને સુલભ અને સસ્તું બનાવવાના શ્રી મસ્કના પ્રયાસોની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ શ્રી મસ્કને ભારતમાં ઇલેક્ટ્રિક મોબિલિટી અને ઝડપથી વિસ્તરી રહેલા વ્યાપારી અવકાશ ક્ષેત્રમાં રોકાણ માટેની તકો શોધવા આમંત્રણ આપ્યું હતું.