પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક વીડિયો કોન્ફરન્સ દ્વારા યુએનની ઉચ્ચસ્તરિય મંત્રણામાં મરુસ્થળીકરણ, જમીનની અવનતિ અને દુકાળ અંગે અધ્યક્ષીય પ્રવચન આપ્યું હતું. જમીન ધોવાણનો સામનો કરવા માટેના કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ ઓફ યુનાઇટેડ નેશન્સ (યુએનસીસીડી)ના 14મા સત્રના અધ્યક્ષની તેમની ક્ષમતાથી પ્રધાનમંત્રીએ પ્રારંભિક સત્રમાં સંબોધન કર્યું હતું.
તમામ પ્રકારના જીવન અને આજીવિકાના સહકાર માટે જમીન અને તેના સંસાધનોને આધારભૂત પરિબળ ગણાવતાં શ્રી નરેન્દ્ર મોદીએ જમીન પરના અમર્યાદ દબાણમાં ઘટાડો કરવાની હાકલ કરી હતી. “દેખીતી રીતે જ આરપણી સામે ભગીરથ કાર્ય બાકી છે. પરંતુ આપણે તેમ કરી શકીએ છીએ. આપણે સાથે મળીને તેમ કરી શકીએ છીએ.” તેમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ જમીન ધોવાણના મુદ્દે ભારતે હાથ ધરેલા પગલાંની યાદી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે જમીનની કથળી રહેલી ગુણવત્તાનો મુદ્દો ચમકાવવામાં આગેવાની લીધી છે. 2019ની દિલ્હી ઘોષણાએ જમીન મુદ્દે બહેતર કામગીરીની હાકલ કરી હતી અને જેન્ડર ટ્રાસ્ફર્મેટિવ પ્રોજેક્ટ પર ભાર મૂક્યો હતો. ભારતમાં છેલ્લા દસ વર્ષમાં જંગલ કવરમાં અંદાજે 30 લાખ હેક્ટરનો ઉમેરો કરાયો છે. દેશના કુલ વિસ્તારનો ચોથા ભાગ જેટલા સંયુક્ત જંગલ વિસ્તારમાં વધારો કરાયો છે તેમ પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી.
શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત જમીનના ધોવાણની નૈસર્ગિકતા પ્રત્યેની તેની રાષ્ટ્રીય વચનબદ્ધતા હાંસલ કરવાના માર્ગે આગળ ધપી રહ્યું છે. “આ ઉપરાંત અમે કાર્બન ડાયોક્સાઇટ જેટલો જ 2.5થી 3 અબજ ટન જેટલો વધારાનો કાર્બન સિંકનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે 2030 સુધીમાં 26 લાખ હેક્ટર જેટલી ધોવાણ પામેલી જમીને પુનઃસ્થાપિત કરવા તરફ કામગીરી કરી રહ્યા છીએ.” તેમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું.
જમીનની પુનઃસ્થાપનાથી કેવી રીતે જમીનના તંદુરસ્ત આરોગ્ય, જમીન ફળદ્રુપતામાં વધારો, ખાદ્ય સુરક્ષા અને આજીવિકા બહેતર બનાવી શકાય છે તે માટે પ્રધાનમંત્રીએ ગુજરાતના કચ્છના રણના બન્ની પ્રદેશનું ઉદાહરણ ટાંક્યું હતું. બન્ની પ્રદેશમાં ઘાસ ધરાવતી જમીનના વિકાસ દ્વારા જમીન પુનઃસ્થાપિત કરાઈ હતી જેનાથી કુદરતી રીતે કથળતી જતી જમીન બચાવી લેવાનો લક્ષ્યાંક હાંસલ કરાયો હતો. તેનાથી પશુસંવર્ધનને પ્રમોટ કરીને પશુપાલનની પ્રવૃત્તિને પણ વેગ આપવામાં મદદ મળે છે. “આ જ રીતે સ્વદેશી ટેકનિકના વિકાસની સાથે સાથે જમીન પુનઃસ્થાપિત કરવા માટે અસરકારક વ્યૂહરચના શોધી કાઢવાની જરૂર છે.” તેમ પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું.
દક્ષિણ-દક્ષિણ સહકારની રાહે ભારત હાલમાં જમીન સુધારણાની વ્યૂહરચનાના વિકાસ માટે સાથી વિકસતા દેશોને સહકાર આપી રહ્યું છે. જમીન ધોવાણના મુદ્દે વૌજ્ઞૈનિક અભિગમ પ્રત્યે જાગૃતિ માટે ભારતમાં સેન્ટર ઓફ એક્સેલન્સની રચના કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે “માનવીય પ્રવૃત્તિને કારણે જમીનને થયેલા નુકસાનમાં સુધારો કરવાની સમગ્ર માનવજાતની સામૂહિક જવાબદારી છે. આપણી ભાવિ પેઢી માટે તંદુરસ્ત વિશ્વ છોડી જવું તે આપણી પવિત્ર ફરજ છે.” તેમ પ્રધાનમંત્રીએ તેમના સંબોધનને અંતે જણાવ્યું હતું.
સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો