1000 કરોડના સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીડ ભંડોળની જાહેરાત કરી
સ્ટાર્ટઅપ, વર્તમાન વ્યવસાયની વસ્તીવિષયક લાક્ષાણિકતાઓમાં પરિવર્તન લાવી રહ્યાં છે: પ્રધાનમંત્રી
ભારત ‘યુવાનોની, યુવાનો દ્વારા, યુવાનો માટે’ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ પર કામ કરી રહ્યું છે: પ્રધાનમંત્રી
GeM પર 8 હજાર સ્ટાર્ટઅપની નોંધણી થયેલી છે, 2300 કરોડના મૂલ્યનો વ્યવસાય કર્યો: પ્રધાનમંત્રી

યુવા ઉર્જા, યુવા સપના કેટલા અથાગ છે, કેટલા વિશાળ છે, આપ સૌ તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છો. હમણાં હું આપ સૌને બહુ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતો, જોઈ રહ્યો હતો. આ આત્મવિશ્વાસ આમ જ બનેલો રહેવો જોઈએ. તમે જરા વિચાર કરો, કેટલી શ્રેણીઓ છે સ્ટાર્ટ અપ્સની. એક સ્ટાર્ટ અપ કાર્બન ફાઈબર 3ડી પ્રિન્ટર પર તો બીજું સેટેલાઈટ લોન્ચ વિહીકલ પર વાત કરી રહ્યું હતું. ઇ-ટોયલેટથી લઈને બાયોડીગ્રેડેબલ પીપીઈ કીટસ સુધી અને ડાયાબિટીસની દવાઓ બનાવવાથી લઈને બ્રિક લેઇંગ મશીન તેમજ દિવ્યાંગો માટે એઆર ટેકનોલોજી સુધી, તમે જે પણ તમારા સ્ટાર્ટ અપ્સ વિષે જણાવ્યું તે એ બાબતનો અનુભવ કરાવે છે કે તમારી અંદર ભવિષ્યને બદલવાની કેટલી મોટી શક્તિ રહેલી છે.

એક બીજું પરિવર્તન કે જે હવે જોવા મળી રહ્યું છે કે પહેલા જો કોઈ યુવાન સ્ટાર્ટ અપ શરૂ કરતો હતો તો લોકો કહેતા હતા ‘તું નોકરી કેમ નથી કરતો? સ્ટાર્ટ અપ શા માટે? પરંતુ હવે લોકો કહે છે – નોકરી તો ઠીક છે પરંતુ તું તારું પોતાનું સ્ટાર્ટ અપ કેમ શરૂ નથી કરતો? અને જે યુવાનો પહેલેથી જ સ્ટાર્ટ અપમાં છે તેમને જોઈને જ પહેલો પ્રતિભાવ હોય છે – ‘વાહ તમારું સ્ટાર્ટ અપ છે!’ આ પરિવર્તન બિમ્સટેક દેશો એટલે કે બંગાળની ખાડીમાંથી વિકાસની પ્રેરણા લેનારા બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, નેપાળ, શ્રીલંકા, મ્યાનમાર અને થાઈલેન્ડની બહુ મોટી તાકાત છે. ભારતના સ્ટાર્ટ અપ્સ હોય, કે બિમ્સટેક દેશોના સ્ટાર્ટ અપ્સ હોય, એક જેવી જ ઉર્જા જોવા મળી રહી છે. કાર્યક્રમમાં મારી સાથે જોડાઇ રહેલ બિમ્સટેક દેશોના આદરણીય મંત્રી ગણ, બાંગ્લાદેશથી શ્રી જૂનૈદ અહમદ પલકજી, ભૂટાનથી લીનપો શ્રી લોકનાથ શર્માજી, મ્યાનમારથી ઉ થાઊંગ તુનજી, નેપાલથી શ્રી લેખરાજ ભટ્ટજી, શ્રીલંકાથી શ્રી નમલ રાજપક્ષાજી અને બિમ્સટેકના સેક્રેટરી જનરલ શ્રી તેનઝીન લેકફેલજી, કેબિનેટના મારા સહયોગી શ્રી પિયુષ ગોયલજી, શ્રી પ્રકાશ જાવડેકરજી, શ્રી હરદીપ પૂરી જી, શ્રી સોમપ્રકાશજી, ઉદ્યોગ જગતમાંથી અહિયાં ઉપસ્થિત ફિક્કીના અધ્યક્ષ શ્રી ઉદય શંકરજી, શ્રી ઉદય કોટકજી, શ્રી સંજીવ મહેતાજી, ડૉ. સંગીત રેડ્ડીજી, શ્રી સુબ્રકાંત પાંડાજી, શ્રી સંદીપ સોમાનીજી, શ્રી હર્ષ મરીવાલાજી, શ્રી સિંઘાનિયાજી, અન્ય તમામ મહાનુભવ અને સ્ટાર્ટ અપ વિશ્વના મારા યુવા સાથીઓ!

આજનો દિવસ આપણાં સૌની માટે એક સાથે અનેક ‘પ્રારંભ’નો દિવસ છે. આજે બિમ્સટેક નેશન્સની પહેલી સ્ટાર્ટ અપ કોન્કલેવ આયોજિત થઈ રહી છે, આજે સ્ટાર્ટ અપ ઈન્ડિયા મૂવમેન્ટ પોતાના પાંચ સફળ વર્ષો પૂરી કરી રહી છે, અને આજના દિવસે જ ભારતે કોરોના વિરુદ્ધ સૌથી ઐતિહાસિક સૌથી મોટું રસીકરણ અભિયાનનો પ્રારંભ કર્યો છે. આજનો દિવસ આપણાં વૈજ્ઞાનિકો, આપણાં યુવાનો અને આપણાં ઉદ્યમીઓની ક્ષમતાઓ અને આપણાં ડૉક્ટર્સ, નર્સો, આરોગ્ય ક્ષેત્રના લોકોના પરિશ્રમ અને સેવાભાવનો સાક્ષી છે. કોરોના વિરુદ્ધ લડાઈથી લઈને રસી બનાવવા સુધી, આપણાં સૌના જે અનુભવો રહ્યા છે, આપણાં તે અનુભવોની સાથે આજે બિમ્સટેક દેશોના આપણાં યુવાનો અને ઉદ્યમી આ પ્રારંભ સમિટમાં સામેલ થઈ રહ્યા છે. એટલા માટે આ સમિટ હજી વધુ મહત્વપૂર્ણ થઈ જાય છે. મને જણાવવામાં આવ્યું છે કે આ બે દિવસોમાં તમે અનેક મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી, તમારી સ્ટાર્ટ અપ સફળતાની ગાથાઓને વહેંચી અને પારસ્પરિક સહયોગના નવા અવસરો ઊભા કર્યા છે. જે 12 ક્ષેત્રોમાં સ્ટાર્ટ અપ પુરસ્કારો દેશે શરૂ કર્યા હતા, તેમના વિજેતાઓની જાહેરાત પણ થઈ ગઈ છે. આપ સૌને આ પુરસ્કારો માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

સાથીઓ,

આ સદી ડિજિટલ ક્રાંતિ અને નવા યુગના ઇનોવેશનની સદી છે. અને આ સદીને એશિયાની સદી પણ કહેવામાં આવે છે. અને એટલા માટે જ આ સમયની માંગ છે કે ભવિષ્યની ટેકનોલોજી એશિયાની લેબમાંથી નીકળે, ભવિષ્યના ઉદ્યોગ સાહસિકો આપણે ત્યાંથી જ તૈયાર થાય. તેની માટે એશિયાના તે દેશોને આગળ આવીને જવાબદારી લેવી પડશે જેઓ એકસાથે મળીને કામ કરી શકે છે, એક બીજા માટે કામ કરી શકે છે. જેમની પાસે સંસાધનો પણ હોય અને સહયોગની ભાવના પણ હોય.

એટલા માટે આ જવાબદારી સ્વાભાવિક રીતે આપણાં સૌ બિમ્સટેક દેશો પાસે જ આવે છે. આપણાં સદીઓ જૂના સંબંધો, આપણી સંસ્કૃતિ, સભ્યતા અને સંબંધોની પારસ્પરિક વિરાસતે આપણને સૌને પરસ્પર જોડીને રાખ્યા છે. આપણે આપણાં વિચારોનું આદાનપ્રદાન કરીએ છીએ, એટલા માટે આપણે આપણાં વિચારોને પણ વધારે વહેંચી શકીએ છીએ. આપણે એકબીજાના સુખ દુઃખ વહેંચીએ છીએ એટલા માટે આપણી સફળતા પણ સંગઠિત હશે. તેની સાથે જ આપણે એક સાથે દુનિયાની એક પંચમાંશ વસ્તી માટે પણ કામ કરી રહ્યા છીએ. આપણી પાસે સંયુક્ત રીતે 3.8 ટ્રિલિયન ડોલર જીડીપીની શક્તિ પણ છે. આપણાં યુવાનોમાં જે ઉર્જા છે, પોતાનું ભવિષ્ય જાતે લખવાની જે અધીરાઇ છે, હું તેમાંથી આખી દુનિયા માટે નવી સંભાવનાઓ જોઉ છું.

સાથીઓ,

એટલા માટે મેં 2018 માં બિમ્સટેક સમિટમાં કહ્યું હતું કે આપણે સૌ દેશો ટેકનોલોજી અને ઇનોવેશનના ક્ષેત્રમાં એક સાથે આવીશું. મેં બિમ્સટેક સ્ટાર્ટ અપ કોંકલેવની પણ વાત કરી હતી. આ જ સંકલ્પને પૂર્ણ કરવા માટે આજે આપણે સૌ દેશો સ્ટાર્ટ અપ ઈન્ડિયા ઇન્ટરનેશનલ કોંકલેવના આ મંચ ઉપર એકત્રિત થયા છીએ. તમામ બિમ્સટેક દેશો પારસ્પરિક સંપર્ક વધારવા માટે અને વેપારી સંબંધોને ગતિ આપવા માટે પહેલેથી જ સતત કામ કરી રહ્યા છે. 2018માં બિમ્સટેક મંત્રાલયે ડિજિટલ સંપર્ક વધારવા માટે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં ભાગ લીધો હતો. એ જ રીતે આપણે સુરક્ષાના ક્ષેત્રમાં, આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં, અવકાશના ક્ષેત્રમાં પર્યાવરણના ક્ષેત્રમાં અને કૃષિ, વેપારના ક્ષેત્રમાં પણ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. આપણાં આ બધા જ ક્ષેત્રો જેટલા મજબૂત હશે, જેટલા આધુનિક બનશે તેટલો જ ફાયદો આપણાં સ્ટાર્ટ અપને થશે. આ એક મૂલ્ય નિર્માણ ચક્ર છે. એટલે કે આપણે ઇન્ફ્રાસ્ટ્રકચર, કૃષિ અને વ્યવસાય જેવા ક્ષેત્રોમાં આપણાં સંબંધોને મજબૂત કરી રહ્યા છીએ, તેનાથી આપણાં સ્ટાર્ટ અપ્સ માટે નવા અવસરો ઉત્પન્ન થઈ રહ્યા છે. અને જેટલા સ્ટાર્ટ અપ્સ મજબૂત થશે, આપણાં તમામ ક્ષેત્રોમાં વિકાસ તેટલો જ ગતિ પકડશે.

સાથીઓ,

વ્યક્તિગત રૂપે અહિયાં તમામ સ્ટાર્ટ અપ પોતાના અનુભવોને એકબીજા સાથે વહેંચી જ રહ્યા છે. પરંતુ પરિવર્તનની આટલી મોટી યાત્રા માં દરેક દેશના પણ પોતાના અનુભવો હોય છે. ભારતે પોતાના 5 વર્ષના અનુભવોને વહેંચવા માટે ‘ઇવોલ્યુશન ઓફ સ્ટાર્ટ અપ ઈન્ડિયા (Evolution of Startup India)’ નામે એક પુસ્તિકા પણ જાહેર કરી છે. હું ઈચ્છું છું કે આ જ રીતે દરેક બિમ્સટેક દેશો પણ સમય સમય પર પોતાના અનુભવોને એક બીજા સાથે વહેંચે. તમારા આ અનુભવ આપણને સૌને શીખવામાં મદદ કરશે. ઉદાહરણ તરીકે ભારતની 5 વર્ષની સ્ટાર્ટ અપ યાત્રાને જુઓ. જ્યારે સ્ટાર્ટ અપ ઈન્ડિયા મિશનની શરૂઆત કરવામાં આવી હતી તો અમારી સામે પણ કેટલાય પડકારો હતા. પરંતુ આજે ભારત દુનિયાના સૌથી મોટા સ્ટાર્ટ અપ ઇકો સિસ્ટમમાંથી એક છે. આજે 41 હજારથી વધુ સ્ટાર્ટ અપ આપણાં દેશમાં કોઈ ને કોઈ અભિયાનમાં લાગેલા છે. તેમાંથી 5700 કરતાં વધુ સ્ટાર્ટ અપ આઈટી ક્ષેત્રમાં છે, 3600 થી વધુ સ્ટાર્ટ અપ્સ આરોગ્ય ક્ષેત્રમાં બનેલા છે, તો આશરે 1700 સ્ટાર્ટ અપ્સ કૃષિ ક્ષેત્રમાં આવ્યા છે.

સાથીઓ,

આ સ્ટાર્ટ અપ્સ ઉદ્યોગોની ભૌગોલિક લાક્ષણિકતાઓ પણ બદલી રહ્યા છે. આજે ભારતમાં 44 ટકા નામાંકિત સ્ટાર્ટ અપ્સ છે તેમાં મહિલાઓ ડાયરેક્ટર છે, અને મોટી સંખ્યામાં મહિલાઓ આમાં કામ પણ કરી રહી છે. આજે સામાન્ય આર્થિક પાર્શ્વભૂમિકામાંથી આવનાર યુવાનો પણ પોતાની પ્રતિભા, પોતાની વિચારધારાને જમીન ઉપર ઉતારી શકવા સમર્થ બની રહ્યા છે. તેના પરિણામો પણ આજે આપણી સામે છે. 2014 માં ભારતના માત્ર 4 સ્ટાર્ટ અપ્સ યુનિકોર્ન ક્લબમાં હતા પરંતુ આજે 30 થી વધુ સ્ટાર્ટ અપ્સ, 1 બિલિયન માર્કને પાર કરી ચૂક્યા છે. તમને આશ્ચર્ય થશે, તેમાં પણ આપણાં 11 સ્ટાર્ટ અપ્સ વર્ષ 2020 માં યુનિકોર્ન ક્લબમાં સામેલ થયા છે. એટલે કે કોરોના કાળના આ મુશ્કેલ વર્ષમાં પણ!

સાથીઓ,

ભારતે મહામારીના આ મુશ્કેલ સમયમાં જ ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન પણ શરૂ કર્યું છે. તેમાં પણ આપણાં સ્ટાર્ટ અપ્સ આજે બહુ મોટી ભૂમિકા નિભાવી રહ્યા છે. મહામારી દરમિયાન જ્યારે દુનિયાની મોટી મોટી કંપનીઓ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહી હતી ત્યારે ભારતમાં સ્ટાર્ટ અપ્સની એક નવી ફોજ તૈયાર થઈ રહી હતી. દેશમાં સેનિતટાઈઝર્સથી લઈને પીપીઈ કીટસની જરૂરીયાત હતી, પુરવઠા શૃંખલાની જરૂરિયાત હતી, તેમાં આપણાં સ્ટાર્ટ અપ્સે બહુ મોટી ભૂમિકા નિભાવી. સ્થાનિક જરૂરિયાતો માટે સ્થાનિક સ્ટાર્ટ અપ્સ ઊભા થયા. એક સ્ટાર્ટ અપએ ગ્રાહકોને રસોઈનો જરૂરી સમાન પહોંચાડવાનું કામ કર્યું તો કોઈ બીજાએ દવાઓની ઘરના દરવાજે ડિલિવરી શરૂ કરાવી. કોઈ સ્ટાર્ટ અપએ આગળની હરોળના કાર્યકરો માટે વાહનવ્યવહારના સંસાધનો ઉપલબ્ધ કરાવ્યા તો બીજાએ ઓનલાઈન શિક્ષણ સામગ્રી તૈયાર કરી. એટલે કે આ સ્ટાર્ટ અપ્સએ ‘આપત્તિમાં અવસર’ પણ શોધ્યા અને આપત્તિમાં વિશ્વાસ પણ બંધાવ્યો.

સાથીઓ,

આજે સ્ટાર્ટ અપ્સની સફળતાની આ ગાથા માત્ર મોટા શહેરો સુધી જ સીમિત નથી રહી. તમે જુઓ, આજે 8 પુરસ્કારો તો એવા સ્ટાર્ટ અપ્સને મળ્યા છે કે જેઓ મેટ્રો શહેરોમાં નથી પરંતુ નાના નાના શહેરોમાં ઊભા થયા છે. કોઈ લખનઉથી છે, કોઈ ભોપાલથી છે, કોઈ સોનિપતથી છે તો કોઈ કોચ્ચી અને તિરુવનંતપુરમથી આવે છે. કારણ કે આજે ભારતનું દરેક રાજ્ય સ્ટાર્ટ અપ ઈન્ડિયા મિશનમાં ભાગીદાર છે. દરેક રાજ્ય પોતાની સ્થાનિક સંભાવનાઓ અનુસાર સ્ટાર્ટ અપને ટેકો આપી રહ્યું છે અને તેને ઇન્કયુબેટ કરી રહ્યું છે. અને તેનું જ પરિણામ છે કે આજે ભારતના 80 ટકા જિલ્લાઓ સ્ટાર્ટ અપ આંદોલન સાથે જોડાઈ ગયા છે. આપણાં 45 ટકા સ્ટાર્ટ અપ્સ આજે ટાયર 2 અને ટાયર 3 શહેરોમાં આવે છે, કે જે સ્થાનિક ઉત્પાદનોના બ્રાન્ડ એમ્બેસેડરની જેમ કામ કરી રહ્યા છે.

સાથીઓ,

આજે લોકોમાં સ્વાસ્થ્ય અને ખાણીપીણીને લઈને જાગૃતિ વધી છે, જે તંદુરસ્ત પરિવર્તનો થઈ રહ્યા છે તેમાં પણ સ્ટાર્ટ અપની માટે નવા અવસરો બની રહ્યા છે. એક રીતે જોઈએ તો આજે જો કોઈ એવરગ્રીન ક્ષેત્ર છે તો તે ખાદ્ય અને કૃષિ ક્ષેત્ર જ છે. ભારતમાં આ ક્ષેત્રોના વિકાસ પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે. કૃષિ સાથે જોડાયેલ ઇન્ફ્રાસ્ટ્રકચરને આધુનિક બનાવવા માટે દેશે એક લાખ કરોડ રૂપિયાનું એગ્રી ઇન્ફ્રા ફંડ પણ બનાવ્યું છે. તેનાથી આપણાં સ્ટાર્ટ અપ્સ માટે નવા રસ્તાઓ ખૂલ્યા છે. આજે સ્ટાર્ટ અપ ખેડૂતોની સાથે જોડાણ કરી રહ્યા છે. ખેતરથી લઈને ટેબલ સુધી ખાદ્ય ઉત્પાદનો વધારે સરળતાથી વધુ સારી ગુણવત્તા સાથે પહોંચે, તેમાં પણ સ્ટાર્ટ અપ્સ પોતાની ભૂમિકા નિભાવી રહ્યા છે.

સાથીઓ,

આપણાં સ્ટાર્ટ અપ્સ વિશ્વની સૌથી મોટી યુએસપી (USP) છે – તેમની ડિસરપ્શન (Disruption) અને ડાઈવર્સીફિકેશન (Diversification) ક્ષમતા. ડિસરપ્શન એટલા માટે કારણ કે આ સ્ટાર્ટ અપ્સ નવા અભિગમ, નવી ટેકનોલોજી અને નવી રીત ભાતોને જન્મ આપી રહ્યા છે. એક જ પાટા પર ચાલ્યા જવાની જે વિચારધારા હતી, આપણાં સ્ટાર્ટ અપ્સ તેને બદલી રહ્યા છે. અને બીજું છે ડાઈવર્સીફિકેશન. તમે જુઓ, આજે કેટલા બધા સ્ટાર્ટ અપ્સ આવી રહ્યા છે, અને બધા જ જુદા જુદા વિચારો સાથે. આ સ્ટાર્ટ અપ્સ દરેક ક્ષેત્રમાં છે, દરેક ક્ષેત્રમાં એક નવી ક્રાંતિ કરી રહ્યા છે. આજે આપણાં સ્ટાર્ટ અપ્સનો જે સ્કેલ છે જે સબસ્ટન્સ છે તે અભૂતપૂર્વ છે. અને સૌથી મોટી વાત આ સ્ટાર્ટ અપ્સને વ્યાવહારિકતા કરતાં વધુ જોશ માર્ગદર્શન આપી રહ્યો છે. જ્યારે પણ કોઈ પણ ક્ષેત્રમાં નવા પડકારો આવે છે, તો કોઈ ને કોઈ સ્ટાર્ટ અપ સામે આવે છે અને કહે છે કે આ કામ અમે કરીશું. ભારત પણ આજે આ જ સ્ટાર્ટ અપ સ્પિરિટ સાથે કામ કરી રહ્યું છે. પહેલા જ્યારે પણ કોઈ નવી પરિસ્થિતિ આવતી હતી, જ્યારે પણ કઇંક નવું કરવાનું રહેતું હતું તો એવું પૂછવામાં આવતું હતું કે ‘કોણ તે કરશે?’ પરંતુ આજે દેશ પોતે એવું કહેછે કે ‘અમે તે કરીશું.’ ડિજિટલ ચુકવણી હોય, સોલર ક્ષેત્રનું નિર્માણ હોય, કે પછી એઆઈ ક્રાંતિ હોય, દેશે પૂછ્યું નથી કે ‘કોણ તે કરશે?’ દેશે પોતે નક્કી કર્યું છે – ‘અમે તે કરીશું’. અને પરિણામો આપણાં સૌની સમક્ષ છે. આજે ભીમ યુપીઆઈએ પેમેન્ટ સિસ્ટમને ક્રાંતિકારી બનાવી દીધી છે. ડિસેમ્બરમાં જ ભારતમાં 4 લાખ કરોડ રૂપિયાથી વધુનું ટ્રાન્ઝેક્શન, યુપીઆઈના માધ્યમથી થયું છે. સોલર ક્ષેત્રમાં ભારત દુનિયાનું નેતૃત્વ કરવા તરફ આગળ વધી રહ્યું છે. હમણાં તાજેતરમાં જ એક અભ્યાસ અનુસાર દુનિયાના મોટા દેશોની સરખામણીએ ભારતમાં એઆઈનો ઉપયોગ ઘણો ઝડપથી વધી રહ્યો છે.

સાથીઓ,

જે રીતે સ્ટાર્ટ અપ્સ કોઈ પણ ક્ષેત્રમાં અવરોધો તોડીને સમાધાન આપે છે, તે જ રીતે ભારત આજે દરેક ક્ષેત્રમાં જૂના અવરોધો તોડી રહ્યું છે. આજે દેશમાં ગરીબોને, ખેડૂતોને, વિદ્યાર્થીઓને આર્થિક સહાયતા ડીબીટીના માધ્યમથી, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી સીધી તેમના ખાતાઓમાં મળી રહી છે. તેનાથી સામાન્ય માનવીને મુશ્કેલીઓમાંથી પણ છુટકારો મળ્યો છે, અને દેશના આશરે પોણા બે લાખ કરોડ રૂપિયાનું લીકેજ પણ અટક્યું છે. એ જ રીતે આજે સરકાર સાથે જોડાયેલ બેંકિંગ ક્ષેત્ર સાથે જોડાયેલ વધુ સેવાઓ ડિજિટલ ઈન્ડિયાએ સીધી મોબાઈલમાં જ આપી દીધી છે. દેશમાં આ પરિવર્તન આપણાં સ્ટાર્ટ અપ્સ પોતે પણ અનુભવ કરી રહ્યા છે.

આજે જીઇએમ (GeM) પોર્ટલના માધ્યમથી સરકારી ટેંડર્સમાં એક સ્ટાર્ટ અપને પણ તેટલો જ મોકો મળી રહ્યો છે જેટલો કોઈ મોટી કંપનીને. અત્યાર સુધી આશરે 8 હજાર સ્ટાર્ટ અપ્સ જીઇએમ (GeM) પોર્ટલ પર નોંધણી કરાવી ચૂક્યા છે, અને તેમણે લગભગ 2300 કરોડ રૂપિયાનો વેપાર પણ કર્યો છે. જીઇએમ પોર્ટલ પર કુલ વેપાર આજે લગભગ 80 હજાર કરોડ રૂપિયા સુંદઈહ પહોંચી રહ્યો છે. આવનાર સમયમાં તેમાં સ્ટાર્ટ અપની ભાગીદારી હજી વધારે વધવાની છે. આ પૈસા આપણાં સ્ટાર્ટ અપ્સની પાસે પહોંચશે તો સ્થાનિક ઉત્પાદન પણ વધશે, મોટી સંખ્યામાં યુવાનોને રોજગાર પણ મળશે અને સ્ટાર્ટ અપ્સ સંશોધન તેમજ ઇનોવેશનમાં પણ હજી વધારે રોકાણ કરશે.

સાથીઓ,

આપણાં સ્ટાર્ટ અપ્સ માટે મૂડીની તંગી ના થવી જોઈએ તેની માટે દેશે અનેક પગલાં ભર્યા છે. આ જ શૃંખલામાં એક બીજી મહત્વની જાહેરાત હું આજે આ કાર્યક્રમમાં કરી રહ્યો છું. સ્ટાર્ટ અપને શરૂઆતની મૂડી ઉપલબ્ધ કરાવવા માટે દેશ એક હજાર કરોડ રૂપિયાનું સ્ટાર્ટ અપ ઈન્ડિયા સીડ ફંડ શરૂ કરી રહ્યું છે. તેના વડે નવા સ્ટાર્ટ અપ શરૂ કરવા માટે અને તેને વિકસિત કરવા માટે મદદ મળશે. ફંડ ઓફ ફંડ યોજનાના માધ્યમથી સ્ટાર્ટ અપને ઇક્વિટી કેપિટલ ઊભી કરવા માટે પહેલેથી જ મદદ કરવામાં આવી રહી છે. આગળ, સરકાર સ્ટાર્ટ અપને બાહેંધરીના માધ્યમથી ડેબ્ટ કેપિટલનું નિર્માણ કરવામાં પણ મદદ કરશે.

સાથીઓ,

ભારત એક એવું સ્ટાર્ટ અપ ઇકો સિસ્ટમ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે જેનો આધાર સ્તંભ યુવાનોનું, યુવાનો દ્વારા અને યુવાનો માટે – આ મંત્ર છે. સ્ટાર્ટ અપ ઈન્ડિયા અભિયાનના માધ્યમથી આપણાં યુવાનોએ આ 5 વર્ષોમાં તેનો મજબૂત પાયો તૈયાર કર્યો છે. હવે આપણે આગામી 5 વર્ષોનું લક્ષ્ય નક્કી કરવાનું છે. અને આ લક્ષ્ય હોવું જોઈએ કે આપણાં સ્ટાર્ટ અપ્સ, આપણાં યુનિકોર્ન્સ હવે ગ્લોબલ જાયન્ટ્સ તરીકે બહાર આવે. ભવિષ્યની ટેકનોલોજીમાં આપણાં સ્ટાર્ટ અપ્સ નેતૃત્વ કરે. આ સંકલ્પ આપણા સૌ બિમ્સટેક દેશોનો સામૂહિક સંકલ્પ હોય તો બહુ મોટી વસ્તીને તેનો લાભ મળશે. બધા જ દેશોના લોકોના જીવન વધુ સારા બનશે. હું જ્યારે બિમ્સટેક સાથે જોડાયેલ સાથી દેશોની સ્ટાર્ટ અપની સફળતાની ઘટનાઓ જોઉ છું, સાંભળું છું, તો મારી ખુશી હજી વધારે વધી જાય છે. મારી બિમ્સટેક દેશોના તમામ સ્ટાર્ટ અપ્સને ખૂબ ખૂબ શુભકામનાઓ છે. મને વિશ્વાસ છે કે આ નવા દાયકામાં આપણે સૌ સાથે મળીને આ સંપૂર્ણ ક્ષેત્રમાં સ્ટાર્ટ અપને નવી ઓળખ અપાવીશું, બિમ્સટેક દેશોના સ્ટાર્ટ અપની તાકાતનો અહેસાસ આખા વિશ્વને કરાવીશું. આ જ શુભકામનાઓ સાથે અઅપ સૌનો ખૂબ ખૂબ આભાર અને આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ!

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
How Modi Government Defined A Decade Of Good Governance In India

Media Coverage

How Modi Government Defined A Decade Of Good Governance In India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi wishes everyone a Merry Christmas
December 25, 2024

The Prime Minister, Shri Narendra Modi, extended his warm wishes to the masses on the occasion of Christmas today. Prime Minister Shri Modi also shared glimpses from the Christmas programme attended by him at CBCI.

The Prime Minister posted on X:

"Wishing you all a Merry Christmas.

May the teachings of Lord Jesus Christ show everyone the path of peace and prosperity.

Here are highlights from the Christmas programme at CBCI…"