પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોસ એન્જલસ ઓલિમ્પિક ગેમ્સ 2028માં બેઝબોલ-સોફ્ટબોલ, ક્રિકેટ, ફ્લેગ ફૂટબોલ, લેક્રોસ અને સ્ક્વોશના સમાવેશને આવકાર્યો હતો. તેમણે કહ્યું હતું કે ક્રિકેટનો સમાવેશ આ અદ્ભુત રમતની વૈશ્વિક લોકપ્રિયતામાં વધારો દર્શાવે છે.
પ્રધાનમંત્રી શ્રીએ પોસ્ટ કર્યું હતું
બેઝબોલ-સોફ્ટબોલ, ક્રિકેટ, ફ્લેગ ફૂટબોલ, લેક્રોસ અને સ્ક્વોશ @LA28માં દર્શાવવામાં આવશે તે અંગે સંપૂર્ણ આનંદ થયો. ખેલૈયાઓ માટે આ એક સારા સમાચાર છે. ક્રિકેટ પ્રેમી રાષ્ટ્ર તરીકે, અમે ખાસ કરીને ક્રિકેટના સમાવેશને આવકારીએ છીએ, જે આ અદ્ભુત રમતની વધતી જતી વૈશ્વિક લોકપ્રિયતાને પ્રતિબિંબિત કરે છે.
Absolutely delighted that baseball-softball, cricket, flag football, lacrosse and squash will feature in @LA28. This is great news for sportspersons. As a cricket loving nation, we specially welcome inclusion of cricket, reflecting the rising global popularity of this wonderful… https://t.co/tnwrzqVPfL
— Narendra Modi (@narendramodi) October 16, 2023