પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભગવાન બિરસા મુંડાના જન્મસ્થળ ઝારખંડના ઉલિહાટુ ગામની મુલાકાત લીધી હતી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદી ભગવાન બિરસા મુંડાના જન્મસ્થળ ઉલિહાટુ ગામની મુલાકાત લેનારા પ્રથમ પ્રધાનમંત્રી બન્યા.
પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું:
“મને ભગવાન બિરસા મુંડાજીને તેમના ગામ ઉલિહાટુમાં વંદન કરવાનો લહાવો મળ્યો. અહીં આવીને મને સમજાયું કે આ પવિત્ર ભૂમિ કેટલી ઉર્જાથી ભરેલી છે. આ માટીનો પ્રત્યેક કણ સમગ્ર દેશમાં મારા પરિવારના સભ્યોને પ્રેરણા આપી રહ્યો છે.
भगवान बिरसा मुंडा जी के गांव उलिहातू में उन्हें शीश झुकाकर नमन करने का सौभाग्य प्राप्त हुआ। यहां आकर अनुभव हुआ कि इस पावन भूमि में कितनी ऊर्जा-शक्ति भरी है। इस मिट्टी का कण-कण देशभर के मेरे परिवारजनों को प्रेरित कर रहा है। pic.twitter.com/ystNxiHm13
— Narendra Modi (@narendramodi) November 15, 2023