પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વોરસૉમાં કોલ્હાપુર સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી અને શ્રદ્ધાંજલિ આપી.
આ સ્મારક બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન પોલિશ લોકોને આપવામાં આવેલી કોલ્હાપુરના રજવાડાની ઉદારતાને સમર્પિત છે. કોલ્હાપુરના વલિવડે ખાતે સ્થાપિત શિબિર યુદ્ધ દરમિયાન પોલિશ લોકોને આશ્રય આપતી હતી. આ વસાહતમાં મહિલાઓ અને બાળકો સહિત લગભગ 5,000 પોલિશ શરણાર્થીઓ રહેતા હતા. સ્મારક પર પ્રધાનમંત્રીએ કોલ્હાપુર કેમ્પમાં રહેતા પોલિશ લોકો અને તેમના વંશજો સાથે મુલાકાત કરી.
પ્રધાનમંત્રીની સ્મારકની મુલાકાત ભારત અને પોલેન્ડ વચ્ચેના વિશિષ્ટ ઐતિહાસિક જોડાણને પ્રકાશિત કરે છે, જેનું સતત પોષણ અને સંવર્ધિત કરવામાં આવે છે.