પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મ્યાનમારમાં બાગાનમાં આનંદ ટેમ્પલની મુલાકાત લીધી હતી.
આ બૌદ્ધ સંપ્રદાયનાં મંદિરનું નિર્માણ 12મી સદીની શરૂઆતના વર્ષોમાં થયું હતું. તે સંપૂર્ણ બાગાન વિસ્તારમાં બીજું સૌથી મોટું મંદિર છે. ભારતીય પુરાતત્વ વિભાગ (એએસઆઈ)એ આ મંદિરનું માળખાકીય સંરક્ષણ અને રાસાયણિક જાળવણીનું કાર્ય હાથ ધર્યું છે.
ગયા વર્ષે ધરતીકંપ દરમિયાન મંદિરને નુકસાન થયા પછી તેના જીર્ણોદ્ધારનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીને મંદિરના ચાલુ જીર્ણોદ્ધાર કાર્યની ઝાંખી કરાવતું ફોટો પ્રદર્શન દર્શાવવામાં આવ્યું હતું. તેમણે પ્રાર્થના કર્યા બાદ મંદિરની પરિક્રમા કરી હતી, જે દરમિયાન એએસઆઈના પ્રતિનિધિએ જીર્ણોદ્ધાર પ્રક્રિયાની જાણકારી આપી હતી.
પ્રધાનમંત્રીએ મંદિરમાં વિઝિટર્સ બુક પર સહી કરી હતી અને આનંદ મંદિરના જીર્ણોદ્ધારમાં ભારતના મહત્વપૂર્ણ પ્રદાનની તકતીનું અનાવરણ કર્યું હતું.
એએસઆઈએ એશિયાના વિવિધ દેશોમાં કેટલાક મુખ્ય સંરક્ષણ કાર્યો હાથ ધર્યા છે. આનંદ મંદિર ઉપરાંત આ કાર્યોમાં અફઘાનિસ્તાનમાં બામિયાન બુદ્ધાઝ, કમ્બોડિયામાં અંગકોર વાટ તથા તા પ્રોહ્મ મંદિરો, લાઓસમાં વાટ ફો મંદિર અને વિયેતનામમાં મા સન મંદિર સામેલ છે.
Connecting with history. PM @narendramodi pays respects at Ananda Temple,the most historical and venerated temple in Bagan, Myanmar. pic.twitter.com/UGNHQgdoIJ
— Raveesh Kumar (@MEAIndia) September 6, 2017