પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભૂટાનના પ્રધાનમંત્રી લોતાય ત્શેરિંગે સંયુક્તપણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભૂટાનમાં રુપે કાર્ડના બીજા તબક્કાની શરૂઆત કરી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, ભૂટાન નેશનલ બેંક દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલા રુપે કાર્ડનો ઉપયોગ એટીએમ પર રૂ. 1 લાખ માટે અને પોઇન્ટ-ઓફ-સેલ ટર્મિનલ્સ પર રૂ. 20 લાખ માટે થઈ શકશે. તેમણે બંને દેશો વચ્ચે અંતરિક્ષ ક્ષેત્રમાં ગાઢ બની રહેલા સંબંધો પર પણ ખુશી વ્યક્ત કરી હતી.