પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુવાનોને ક્વિઝમાં ભાગ લેવાનો આગ્રહ કર્યો છે, જેનાથી તેઓ ઐતિહાસિક વિકસિત ભારત યુવા નેતા સંવાદનો ભાગ બની શકે. તેમણે કહ્યું કે આ આપણા વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં તેમનું અમૂલ્ય યોગદાન હશે.
X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
"મારા યુવા મિત્રો,
એક રસપ્રદ ક્વિઝ છે, જે સુનિશ્ચિત કરશે કે તમે 12 જાન્યુઆરી, 2025ના રોજ ઐતિહાસિક વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગનો ભાગ બની શકો છો.
આ તમારા નવીન વિચારોને સરકારના સર્વોચ્ચ સ્તર સુધી પહોંચાડવા માટે એક ખૂબ જ ખાસ તક છે.
આ આપણા વિકસિત ભારતના લક્ષ્ય પ્રાપ્ત કરવામાં તમારું અમૂલ્ય યોગદાન હશે.”
My young friends,
— Narendra Modi (@narendramodi) November 27, 2024
There is an interesting Quiz, which will ensure you can be a part of the historic Viksit Bharat Young Leaders Dialogue on 12th Jan, 2025.https://t.co/xQN6K6vcM0
This is a very special opportunity for letting your innovative ideas be heard by the topmost…