પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ, ખાસ કરીને યુવાનોને બેસ્ટ ટુરિઝમ વિલેજ સ્પર્ધામાં ભાગ લેવા વિનંતી કરી છે. પર્યટન મંત્રાલય બેસ્ટ ટુરિઝમ વિલેજ સ્પર્ધા શરૂ કરી રહ્યું છે.
સ્થાનિક કલા, સંસ્કૃતિ અને જીવનશૈલીને જાળવી રાખવા અને પ્રોત્સાહન આપતા ગામોને સન્માન આપવું એ આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ છે.
પર્યટન મંત્રાલયના ટ્વીટ થ્રેડનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“હું તમને બધાને, ખાસ કરીને યુવાનોને ભારતની મહાન પર્યટન સંભવિતતા પ્રદર્શિત કરવા માટે આ અનન્ય પ્રયાસમાં ભાગ લેવા વિનંતી કરું છું.
https://www.rural.tourism.gov.in/best-rural-village-competition.html”
I urge you all, particularly youngsters to take part in this unique endeavour to showcase India’s great tourism potential. https://t.co/vCYiFlZUrV https://t.co/InsX62JX2i
— Narendra Modi (@narendramodi) February 21, 2023