પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે નવા સંસદ ભવનની છત પર રાષ્ટ્રીય પ્રતીકનું અનાવરણ કર્યું હતું.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:
"આજે સવારે, મને નવી સંસદની છત પર રાષ્ટ્રીય પ્રતીકનું અનાવરણ કરવાનું સન્માન મળ્યું."
This morning, I had the honour of unveiling the National Emblem cast on the roof of the new Parliament. pic.twitter.com/T49dOLRRg1
— Narendra Modi (@narendramodi) July 11, 2022
પ્રધાનમંત્રી શ્રીએ નવી સંસદના કાર્ય સાથે સંકળાયેલા શ્રમજીવીઓ સાથે પણ વાતચીત કરી હતી.
“સંસદના નિર્માણ સાથે સંકળાયેલા શ્રમજીવીઓ સાથે મારો અદ્ભુત સંવાદ થયો. અમને તેમના પ્રયાસો પર ગર્વ છે અને અમારા રાષ્ટ્ર માટે તેમના યોગદાનને હંમેશા યાદ રાખીશું.”
I had a wonderful interaction with the Shramjeevis who have been involved in the making of the Parliament. We are proud of their efforts and will always remember their contribution to our nation. pic.twitter.com/p4LUFmCTDx
— Narendra Modi (@narendramodi) July 11, 2022
રાષ્ટ્રીય પ્રતીક બ્રોન્ઝથી બનેલું છે અને તેનું કુલ વજન 9500 કિગ્રા છે અને તેની ઊંચાઈ 6.5 મીટર છે. તેને નવા સંસદ ભવનનાં સેન્ટ્રલ ફોયરની ટોચ પર નાખવામાં આવ્યું છે. પ્રતીકને ટેકો આપવા માટે લગભગ 6500 Kg વજનનું સ્ટીલનું સહાયક માળખું બનાવવામાં આવ્યું છે.
કન્સેપ્ટ સ્કેચ અને નવા સંસદ ભવનની છત પર રાષ્ટ્રીય પ્રતીકના કાસ્ટિંગની પ્રક્રિયા ક્લે મોડેલિંગ/કોમ્પ્યુટર ગ્રાફિકથી લઈને બ્રોન્ઝ કાસ્ટિંગ અને પોલિશિંગ સુધીની તૈયારીના આઠ જુદા જુદા તબક્કામાંથી પસાર થઈ છે.