પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતમાં અફઘાનિસ્તાનના રાજદૂત શ્રી ફરિદ મામુન્દઝાયના ટ્વીટ પર ટિપ્પણી કરી હતી. રાજદૂતે તેમની મુલાકાત દરમિયાન એક ભારતીય ડૉક્ટર વિશે પોસ્ટ કરી હતી. તેમણે પોસ્ટમાં જણાવ્યું હતું કે, જ્યારે ભારતીય ડૉક્ટરને ખબર પડી હતી કે, તેમના દર્દી ભારતમાં અફઘાનના રાજદૂત છે, ત્યારે તેમણે કહ્યું કે, તેઓ તેમના ભાઈનો ચાર્જ નહીં લે. આ ટ્વીટ હિંદીમાં હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અફઘાનના રાજદૂતે બયાન કરેલો આ પ્રસંગ ભારત-અફઘાનિસ્તાનનાં સંબંધોની સુગંધ ફેલાવે છે.
પ્રધાનમંત્રીએ અફઘાનના રાજદૂતને પંજાબના હરિપુરાની મુલાકાત લેવા કહ્યું હતું, જ્યાં તેમને આમંત્રણ મળ્યું હતું અને સાથે સાથે ગુજરાતના હરિપુરાની મુલાકાત લેવા પણ જણાવ્યું હતું, જેનો પોતાનો આગવો ઇતિહાસ છે.
આજે રાષ્ટ્રીય ડૉક્ટર્સ દિવસ છે.
आप @BalkaurDhillon के हरिपुरा भी जाइए और गुजरात के हरिपुरा भी जाइए, वो भी अपने आप में इतिहास समेटे हुए है। मेरे भारत के एक डॉक्टर के साथ का अपना अनुभव आपने जो शेयर किया है, वो भारत-अफगानिस्तान के रिश्तों की खुशबू की एक महक है। https://t.co/gnoWKI5iOh
— Narendra Modi (@narendramodi) July 1, 2021