કેન્દ્રીય ભંડોળ પ્રાપ્ત ટેકનિકલ સંસ્થાનોના 100થી વધુ નિર્દેશકો સાથે વાતચીત પછી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બેઠકમાં પ્રેઝન્ટેશન્સ રજૂ કરનાર અગ્રણી સાયન્સ અને ટેકનોલોજી સંસ્થાનો સાથેની વાતચીત અંગેની વિગતો શેર કરી હતી. પ્રધાનમંત્રીએ આઈઆઈએસસી બેંગલુરુ, આઈઆઈટી મુંબઈ, આઈઆઈટી ચેન્નઈ, આઈઆઈટી કાનપુર અંગે ટ્વીટ કર્યા હતા.

પ્રધાનમંત્રીએ શ્રેણીબદ્ધ ટ્વીટ્સ કરીને કહ્યું

અગ્રણી આઈઆઈટી અને @iiscbangaloreના નિર્દેશકો સાથે એક સમૃદ્ધ વાતચીત થઈ, જે દરમિયાન અમે ભારતને સંશોધન અને વિકાસનું કેન્દ્ર બનાવવા, નવાચાર અને યુવાનો વચ્ચે વિજ્ઞાનને લોકપ્રિય બનાવવા સહિતના અનેક વિષયો પર વિચારોનું આદાનપ્રદાન કર્યુ.

@iiscbangalore ટીમે રોબોટિક્સ જેવા ક્ષેત્રોમાં પોતાનું મુખ્ય આરએન્ડડી પહેલો પર એક રસપ્રદ પ્રસ્તુતિ શેર કરી, જે દરમિયાન અમે શિક્ષણમાં પ્રયાસો જેમકે ગણિત/વિજ્ઞાનના શિક્ષકોને તાલીમ, કોવિડ-19 કાર્ય અંગે તાલીમનો તેમાં સમાવેશ થાય છે. તેમણે આત્મનિર્ભર ભારતમાં સ્વાસ્થ્યને મહત્વ આપવા અંગે ભાર મૂક્યો હતો.

મને નાઈટ્રોજન જનરેટરને ઓક્સિજન જનરેટરમાં બદલવા, કેન્સરના ઈલાજ માટે સેલ થેરાપી અને LASE કાર્યક્રમ શરૂ કરવા, ડિજિટલ હેલ્થમાં માસ્ટર્સ, એઆઈ અને ડેટા સાયન્સ જેવા તેમના એકેડેમિક નવાચારો માટે ટેકનોલોજીમાં  @iitbombayના વ્યાપક કાર્ય વિશે જાણીને ખુશી થઈ.

@iitmadrasની ટીમે કોવિડ શમન પ્રયાસો જેમકે મોડ્યુલર હોસ્પિટલની સ્થાપના, હોટસ્પોટ પ્રિડિક્શન, તેમના બહુવિષયક સંશોધનઅને તેમના ઓનલાઈન બીએસસી ઈન પ્રોગ્રામિંગ એન્ડ ડેટા સાયન્સ અંગે વાતચીત કરી હતી. તેઓ સમગ્ર ભારતમાં ઉત્તમ ડિજિટલ કવરેજ પર પણ કામ કરી રહ્યા છે.

@IITKanpurને બ્લોકચેન ટેકનોલોજીસ, વાયુની ગુણવત્તા પર દેખરેખ, ઈલેક્ટ્રોનિક ઈંધણ ઈન્જેક્શન વગેરે માટે એક કેન્દ્ર બનતા જોવી એ એક ગૌરવની વાત છે. સ્ટાર્ટઅપ્સને અપાતા સહયોગ, વ્યાવસાયિકોના અપસ્કિલિંગથી ભારતની યુવા શક્તિને ઘણો ફાયદો થશે.

બેઠકની વિગતો આ લિન્ક પર જોઈ શકાશેઃ https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1733638

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait

Media Coverage

Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 22 ડિસેમ્બર 2024
December 22, 2024

PM Modi in Kuwait: First Indian PM to Visit in Decades

Citizens Appreciation for PM Modi’s Holistic Transformation of India