Quoteપીએમ વન વર્લ્ડ ટીબી સમિટને સંબોધિત કરશે
Quoteપીએમ ટીબી-મુક્ત પંચાયત પહેલ શરૂ કરશે; ટીબી માટે ટૂંકી ટીબી પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટ અને ફેમિલી-સેન્ટ્રીક કેર મોડલનું સમગ્ર ભારતમાં અધિકૃત રોલઆઉટ
Quoteપીએમ રૂ. 1780 કરોડથી વધુના મૂલ્યની વિવિધ યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે
Quoteઆ પ્રોજેક્ટ્સ વારાણસીના લેન્ડસ્કેપને વધુ રૂપાંતરિત કરશે અને શહેરના લોકો માટે રહેવાની સરળતા વધારશે
Quoteપીએમ વારાણસી કેન્ટ સ્ટેશનથી ગોદોલિયા સુધી પેસેન્જર રોપવેનો શિલાન્યાસ કરશે - પ્રોજેક્ટ પ્રવાસીઓ, યાત્રાળુઓ અને રહેવાસીઓ માટે અવરજવરને સરળ બનાવશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24મી એપ્રિલે વારાણસીની મુલાકાત લેશે. સવારે લગભગ 10:30 વાગ્યે, પ્રધાનમંત્રીરૂદ્રાકાશ કન્વેન્શન સેન્ટર ખાતે વન વર્લ્ડ ટીબી સમિટને સંબોધિત કરશે. બપોરે લગભગ 12 વાગ્યે, પ્રધાનમંત્રી સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટીના મેદાનમાં રૂ. 1780 કરોડ કરતાં વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.

વન વર્લ્ડ ટીબી સમિટ

વિશ્વ ક્ષય દિવસના અવસરે, પ્રધાનમંત્રી વન વર્લ્ડ ટીબી સમિટને સંબોધિત કરશે. આ સમિટનું આયોજન સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) અને સ્ટોપ ટીબી પાર્ટનરશિપ દ્વારા કરવામાં આવી રહ્યું છે. 2001 માં સ્થપાયેલ, સ્ટોપ ટીબી પાર્ટનરશિપ એ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સંચાલિત સંસ્થા છે જે ટીબીથી પ્રભાવિત લોકો, સમુદાયો અને દેશોના અવાજને વિસ્તૃત કરે છે.

કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી ટીબી-મુક્ત પંચાયત પહેલ સહિત વિવિધ પહેલો શરૂ કરશે; ટૂંકી ટીબી પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટ (ટીપીટી)નું સત્તાવાર રીતે સમગ્ર ભારતમાં રોલઆઉટ; ટીબી માટે કુટુંબ-કેન્દ્રિત સંભાળ મોડલ અને ભારતનો વાર્ષિક ટીબી રિપોર્ટ 2023 બહાર પાડવામાં આવશે. પ્રધાનમંત્રી પસંદગીના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને જિલ્લાઓને ટીબીના અંત તરફ તેમની પ્રગતિ માટે પુરસ્કાર પણ આપશે.

માર્ચ 2018માં, નવી દિલ્હીમાં યોજાયેલી એન્ડ ટીબી સમિટ દરમિયાન, પ્રધાનમંત્રીએ નિર્ધારિત સમય કરતાં પાંચ વર્ષ આગળ, 2025 સુધીમાં ટીબી સંબંધિત SDG લક્ષ્યો હાંસલ કરવા ભારતને હાકલ કરી હતી. વન વર્લ્ડ ટીબી સમિટ લક્ષ્યો પર વધુ વિચાર-વિમર્શ કરવાની તક પૂરી પાડશે કારણ કે દેશ તેના ટીબી નાબૂદીના ઉદ્દેશ્યોને પૂર્ણ કરવા આગળ વધે છે. તે રાષ્ટ્રીય ક્ષય નાબૂદી કાર્યક્રમોમાંથી શીખવાની પણ તક હશે. આ સમિટમાં 30થી વધુ દેશોના આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ હાજર રહેવાના છે.

વારાણસીમાં વિકાસની પહેલ

છેલ્લા નવ વર્ષોમાં, પ્રધાનમંત્રીએ વારાણસીના લેન્ડસ્કેપને બદલવા અને શહેર અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો માટે જીવનની સરળતા વધારવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ દિશામાં વધુ એક પગલું ભરતાં, પ્રધાનમંત્રી સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતેના કાર્યક્રમ દરમિયાન, 1780 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.

પ્રધાનમંત્રી વારાણસી કેન્ટ સ્ટેશનથી ગોદોલિયા સુધી પેસેન્જર રોપવેનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટનો ખર્ચ અંદાજે રૂ. 645 કરોડ રહેશે. રોપ-વે સિસ્ટમ પાંચ સ્ટેશનો સાથે 3.75 કિમી લંબાઈની હશે. આનાથી પ્રવાસીઓ, યાત્રાળુઓ અને વારાણસીના રહેવાસીઓ માટે અવરજવરમાં સરળતા રહેશે.

પ્રધાનમંત્રી ભગવાનપુર ખાતે નમામિ ગંગા યોજના હેઠળ 55 MLD સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો શિલાન્યાસ કરશે, જેનું નિર્માણ રૂ. 300 કરોડથી વધુના ખર્ચે થશે. ખેલો ઈન્ડિયા યોજના હેઠળ, સિગરા સ્ટેડિયમના પુનઃવિકાસ કાર્યના તબક્કા 2 અને 3નો શિલાન્યાસ પ્રધાનમંત્રીદ્વારા કરવામાં આવશે.

પ્રધાનમંત્રી હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બનાવવામાં આવનાર સેવાપુરીના ઇસરવાર ગામ ખાતે એલપીજી બોટલિંગ પ્લાન્ટનો શિલાન્યાસ પણ કરશે. પ્રધાનમંત્રી ભરથરા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ચેન્જિંગ રૂમ સાથે ફ્લોટિંગ જેટી સહિત અન્ય વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે.

જલ જીવન મિશન હેઠળ, પ્રધાનમંત્રી 19 પીવાના પાણીની યોજનાઓને સમર્પિત કરશે, જેનો લાભ 63 ગ્રામ પંચાયતોના 3 લાખથી વધુ લોકોને મળશે. ગ્રામીણ પીવાના પાણીની વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે, પીએમ મિશન હેઠળ 59 પીવાના પાણીની યોજનાઓનો શિલાન્યાસ પણ કરશે.

વારાણસી અને તેની આસપાસના ખેડૂતો, નિકાસકારો અને વેપારીઓ માટે, ફળો અને શાકભાજીનું ગ્રેડિંગ, વર્ગીકરણ, પ્રોસેસિંગ એક સંકલિત પેક હાઉસમાં શક્ય બનશે જેનું નિર્માણ કારખિયાં ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી આ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. તે વારાણસી અને આસપાસના પ્રદેશની કૃષિ નિકાસને વધારવામાં મદદ કરશે.

પ્રધાનમંત્રી વારાણસી સ્માર્ટ સિટી મિશન હેઠળ રાજઘાટ અને મહમૂરગંજ સરકારી શાળાઓના પુનઃવિકાસ કાર્ય, શહેરના આંતરિક રસ્તાઓનું સૌંદર્યીકરણ; શહેરના 6 ઉદ્યાનો અને તળાવોનો પુનઃવિકાસ સહિત વિવિધ પ્રોજેક્ટ્સને સમર્પિત કરશે.

પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એટીસી ટાવર, વોટર વર્કસ પરિસર, ભેલુપુર ખાતે 2 મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ; કોનિયા પમ્પિંગ સ્ટેશન પર 800 KW સોલાર પાવર પ્લાન્ટ; સારનાથ ખાતે નવું સામુદાયિક આરોગ્ય કેન્દ્ર; ચાંદપુર ખાતે ઔદ્યોગિક વસાહતની માળખાગત સુધારણા; કેદારેશ્વર, વિશ્વેશ્વર અને ઓમકારેશ્વરના મંદિરોનો કાયાકલ્પ સહિત અન્ય વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પણ સમર્પિત કરશે.

 

  • Reena chaurasia August 29, 2024

    modi
  • Reena chaurasia August 29, 2024

    bjp
  • Tilak Raj Khattar March 31, 2023

    Jai shree Ram ji
  • ak garg26454 March 24, 2023

    sir, The focus of development over Varanasi is appreciated but what about The remaining 302constituencies ?
  • Ravi neel March 23, 2023

    Har Har Mahadev....👍👍👍🙏🙏
  • Argha Pratim Roy March 23, 2023

    JAY HIND ⚔ JAY BHARAT 🇮🇳 ONE COUNTRY 🇮🇳 1⃣ NATION🛡 JAY HINDU 🙏 JAY HINDUSTAN ⚔️
  • KALYANASUNDARAM S B March 23, 2023

    Om Namaha Shivaya 🚩🙏
  • KALYANASUNDARAM S B March 23, 2023

    Jai Modi Ji Sarkar 🇮🇳🇮🇳👍🇮🇳🇮🇳🙏
  • KALYANASUNDARAM S B March 23, 2023

    Namo Namo 🙏🇮🇳🇮🇳🙏
  • KALYANASUNDARAM S B March 23, 2023

    Jai Bjp
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India's Q3 GDP grows at 6.2%, FY25 forecast revised to 6.5%: Govt

Media Coverage

India's Q3 GDP grows at 6.2%, FY25 forecast revised to 6.5%: Govt
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 1 માર્ચ 2025
March 01, 2025

PM Modi's Efforts Accelerating India’s Growth and Recognition Globally