Quote પ્રધાનમંત્રી રૂ. 9750 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, રાષ્ટ્રને સમર્પિત કરશે અને વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે પ્રધાનમંત્રી ગુરુગ્રામ મેટ્રો રેલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે પ્રધાનમંત્રી એઈમ્સ રેવાડીનો શિલાન્યાસ કરશે પ્રધાનમંત્રી કુરુક્ષેત્રનાં જ્યોતિસરમાં નવનિર્મિત 'અનુભવ કેન્દ્ર'નું ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ફેબ્રુઆરી, 2024નાં રોજ રેવાડી, હરિયાણાની મુલાકાત લેશે. બપોરે લગભગ 1:15 વાગ્યે તેઓ શહેરી પરિવહન, સ્વાસ્થ્ય, રેલ અને પર્યટન ક્ષેત્ર સાથે સંબંધિત રૂ. 9750 કરોડથી વધુની કિંમતની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી ગુરુગ્રામ મેટ્રો રેલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે, જેને આશરે રૂ. 5450 કરોડનાં ખર્ચે વિકસાવવામાં આવશે. કુલ 28.5 કિલોમીટરની લંબાઈ ધરાવતો આ પ્રોજેક્ટ મિલેનિયમ સિટી સેન્ટરને ઉદ્યોગ વિહારના ફેઝ-5 સાથે જોડશે અને સાયબર સિટી નજીક મોલસારી એવન્યુ સ્ટેશન પર રેપિડ મેટ્રો રેલ ગુરુગ્રામના હાલના મેટ્રો નેટવર્કમાં ભળી જશે. દ્વારકા એક્સપ્રેસ વે પર પણ તેની સ્પર(Spur) હશે. આ પ્રોજેક્ટ નાગરિકોને વૈશ્વિક કક્ષાની પર્યાવરણને અનુકૂળ સામૂહિક ઝડપી શહેરી પરિવહન વ્યવસ્થા પ્રદાન કરવાનાં પ્રધાનમંત્રીનાં વિઝનને સાકાર કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે. સમગ્ર દેશમાં જાહેર આરોગ્ય સાથે સંબંધિત માળખાગત સુવિધાઓને મજબૂત કરવાનાં પ્રધાનમંત્રીનાં વિઝનને અનુરૂપ હરિયાણામાં રેવાડીમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)નો શિલાન્યાસ થઈ રહ્યો છે. લગભગ 1650 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર એઈમ્સ રેવાડી રેવાડીને રેવાડીના માજરા મુસ્તિલ ભાલખી ગામમાં 203 એકર જમીન પર વિકસિત કરવામાં આવશે. તેમાં 720 પથારીઓ ધરાવતું હોસ્પિટલ સંકુલ, 100 બેઠકો ધરાવતી મેડિકલ કોલેજ, 60 બેઠકો ધરાવતી નર્સિંગ કોલેજ, 30 પથારી ધરાવતો આયુષ બ્લોક, ફેકલ્ટી અને સ્ટાફ માટે રહેણાંક, યુજી અને પીજીના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલમાં રહેવાની સગવડ, નાઇટ શેલ્ટર, ગેસ્ટ હાઉસ, ઓડિટોરિયમ વગેરે સુવિધાઓ હશે. પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (પીએમએસએસવાય) હેઠળ સ્થપાયેલી એઈમ્સ રેવાડી હરિયાણાના લોકોને વિસ્તૃત, ગુણવત્તાયુક્ત અને સંપૂર્ણ તૃતિયક આરોગ્ય સેવાઓ પૂરી પાડશે. આ સુવિધાઓમાં 18 વિશેષતાઓમાં દર્દીની સારસંભાળની સેવાઓ અને કાર્ડિયોલોજી, ગેસ્ટ્રો-એન્ટરોલોજી, નેફ્રોલોજી, યુરોલોજી, ન્યુરોલોજી, ન્યુરોસર્જરી, મેડિકલ ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, એન્ડોક્રિનોલોજી, બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી સહિત 17 સુપર સ્પેશિયાલિટીઝ સામેલ છે. ઇન્સ્ટિટ્યૂટમાં ઇન્ટેન્સિવ કેર યુનિટ, ઇમરજન્સી અને ટ્રોમા યુનિટ, 16 મોડ્યુલર ઓપરેશન થિયેટર્સ, ડાયગ્નોસ્ટિક લેબોરેટરીઝ, બ્લડ બેંક, ફાર્મસી વગેરે સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે. હરિયાણામાં એઈમ્સની સ્થાપના એ હરિયાણાના લોકોને વિસ્તૃત, ગુણવત્તાયુક્ત અને સંપૂર્ણ તૃતિયક સંભાળ આરોગ્ય સેવાઓ પ્રદાન કરવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. પ્રધાનમંત્રી કુરુક્ષેત્રમાં નવનિર્મિત અનુભવ કેન્દ્ર જ્યોતિસરનું ઉદઘાટન કરશે. આ પ્રાયોગિક સંગ્રહાલય લગભગ ૨૪૦ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. આ મ્યુઝિયમ 17 એકરમાં ફેલાયેલું છે, જેમાં 1,00,000 ચોરસ ફૂટની ઇન્ડોર સ્પેસનો સમાવેશ થાય છે. તે આબેહૂબ રીતે મહાભારતની મહાકાવ્ય કથા અને ગીતાના ઉપદેશોને જીવંત બનાવશે. આ મ્યુઝિયમમાં અત્યાધુનિક ટેકનોલોજીનો પણ લાભ લેવામાં આવ્યો છે, જેમાં ઓગમેન્ટેડ રિયાલિટી (એઆર), 3ડી લેસર અને પ્રોજેક્શન મેપિંગનો સમાવેશ થાય છે, જેથી મુલાકાતીઓના અનુભવને સમૃદ્ધ બનાવી શકાય. જ્યોતિસર, કુરુક્ષેત્ર એ પવિત્ર સ્થળ છે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ ભગવદ્ ગીતાનું શાશ્વત જ્ઞાન અર્જુનને આપ્યું હતું. પ્રધાનમંત્રી વિવિધ રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ પણ કરશે. જે પરિયોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવશે તેમાં રેવાડી-કઠુઆ રેલવે લાઇનનું ડબલિંગ (27.73 કિલોમીટર) સામેલ છે. કઠુઆ-નારનૌલ રેલવે લાઇનનું ડબલિંગ (24.12 કિલોમીટર) ભિવાની-દોભ ભાલી રેલવે લાઇનનું ડબલિંગ (42.30 કિલોમીટર) અને માંહેરુ-બાવાની ખેરા રેલવે લાઇનનું ડબલિંગ (31.50 કિલોમીટર) કરશે. આ રેલવે લાઇનોને બમણી કરવાથી આ વિસ્તારમાં રેલવેની માળખાગત સુવિધામાં વધારો થશે અને પેસેન્જર અને માલવાહક એમ બંને ટ્રેનોને સમયસર દોડાવવામાં મદદ મળશે. પ્રધાનમંત્રી રોહતક-મેહમ-હંસી રેલવે લાઇન (68 કિલોમીટર) દેશને સમર્પિત કરશે, જે રોહતક અને હિસાર વચ્ચેનાં પ્રવાસનાં સમયમાં ઘટાડો કરશે. તેઓ રોહતક-મેહમ-હંસી સેક્શનમાં ટ્રેન સેવાને પણ લીલી ઝંડી આપશે, જેનાથી રોહતક અને હિસાર વિસ્તારમાં રેલવે કનેક્ટિવિટીમાં સુધારો થશે, જેનાથી રેલવે પ્રવાસીઓને લાભ થશે.  
  • Jitender Kumar BJP Haryana State MP December 29, 2024

    When a Village converted in The town
  • Jitender Kumar BJP Haryana State President November 14, 2024

    Nigam Parshad Nihal Singh City Rewari
  • Jitender Kumar BJP Haryana State President November 14, 2024

    Hospital in Rewari
  • Jitender Kumar BJP Haryana State President November 14, 2024

    Matrika Hospital rewari
  • Jitender Kumar November 04, 2024

    Rewari City'
  • Jitender Kumar November 04, 2024

    Saket court🙏🇮🇳
  • Jitender Kumar Haryana BJP State President October 01, 2024

    BJP international
  • रीना चौरसिया September 21, 2024

    bjp
  • Jitender Kumar Haryana BJP State President September 19, 2024

    🎤
  • Jitender Kumar Haryana BJP State President September 19, 2024

    🆔🇮🇳
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
The world is keenly watching the 21st-century India: PM Modi

Media Coverage

The world is keenly watching the 21st-century India: PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi prays at Somnath Mandir
March 02, 2025

The Prime Minister Shri Narendra Modi today paid visit to Somnath Temple in Gujarat after conclusion of Maha Kumbh in Prayagraj.

|

In separate posts on X, he wrote:

“I had decided that after the Maha Kumbh at Prayagraj, I would go to Somnath, which is the first among the 12 Jyotirlingas.

Today, I felt blessed to have prayed at the Somnath Mandir. I prayed for the prosperity and good health of every Indian. This Temple manifests the timeless heritage and courage of our culture.”

|

“प्रयागराज में एकता का महाकुंभ, करोड़ों देशवासियों के प्रयास से संपन्न हुआ। मैंने एक सेवक की भांति अंतर्मन में संकल्प लिया था कि महाकुंभ के उपरांत द्वादश ज्योतिर्लिंग में से प्रथम ज्योतिर्लिंग श्री सोमनाथ का पूजन-अर्चन करूंगा।

आज सोमनाथ दादा की कृपा से वह संकल्प पूरा हुआ है। मैंने सभी देशवासियों की ओर से एकता के महाकुंभ की सफल सिद्धि को श्री सोमनाथ भगवान के चरणों में समर्पित किया। इस दौरान मैंने हर देशवासी के स्वास्थ्य एवं समृद्धि की कामना भी की।”