દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ થશે; દિલ્હીથી અમૃતસર અને દિલ્હીથી કટરાનો મુસાફરી સમય અડધો થઈ જશે
મુખ્ય ધાર્મિક કેન્દ્રો સુધી પહોંચવાની સુલભતા વધારવાનાં પ્રધાનમંત્રીનાં વિઝનને અનુરૂપ, મહત્વનાં શીખ ધાર્મિક સ્થળોને સુધારેલી કનેક્ટિવિટી મળશે; વૈષ્ણોદેવી પહોંચવાનું પણ વધારે સરળ બનશે
અમૃતસર-ઉના સેક્શન 4 લેનમાં અપગ્રેડ કરાશે; ચાર મુખ્ય રાષ્ટ્રીય રાજમાર્ગોને જોડશે
વ્યૂહાત્મક મુકેરિયાં-તલવાડા નવી બ્રોડ ગેજ રેલવે લાઇનનો શિલાન્યાસ કરાશે; આ વિસ્તારમાં તે બારમાસી કનેક્ટિવિટી પૂરી પાડશે
આ પ્રદેશમાં આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મોટો વેગ મળશે- દેશના તમામ ભાગોમાં વિશ્વ સ્તરીય મેડિકલ સુવિધાઓ પૂરી પાડવાના પ્રધાનમંત્રીના પ્રયાસને અનુરૂપ
ફિરોઝપુર ખાતે પીજીઆઇ સેટેલાઇટ સેન્ટર અને કપુરથલા અને હોશિયારપુર ખાતે બે મેડિકલ કૉલેજોનો શિલાન્યાસ કરવામાં આવશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5મી જાન્યુઆરીએ પંજાબના ફિરોઝપુરની મુલાકાત લેશે અને બપોરે 1 કલાકની આસપાસ, ₹ 42,750 કરોડથી વધુની બહુવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. આ પરિયોજનાઓમાં દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસ વે; અમૃતસર-ઉના સેક્શનને ફોર લેન કરવો; મુકેરિયાં-તલવાડા નવી બ્રોડ ગેજ રેલવે લાઇન; ફિરોઝપુર ખાતે પીજીઆઇ સેટેલાઇટ સેન્ટર અને કપુરથલા તેમજ હોશિયારપુર ખાતે બે નવી મેડિકલ કૉલેજોનો સમાવેશ થાય છે.

સમગ્ર દેશમાં કનેક્ટિવિટી સુધારવાના પ્રધાનમંત્રીના નિરંતર પ્રયાસ પંજાબમાં બહુવિધ રાષ્ટ્રીય રાજમાર્ગ વિકાસની પહેલ હાથ ધરવા સુધી દોરી ગયા છે. આ પ્રયાસો રાજ્યમાં રાજ્યમાં રાષ્ટ્રીય રાજમાર્ગોની કુલ લંબાઇ 2014માં 1700 કિમીની આશરે હતી તે 2021માં 4100થી વધુ કિલોમીટરમાં પરિણમી છે. આવા પ્રયાસોને આગળ વધારતા, પંજાબમાં બે મુખ્ય રોડ કૉરિડોર્સનું ભૂમિપૂજન કરવામાં આવશે. મહત્વનાં ધાર્મિક કેન્દ્રો સુધી પહોંચવાની સુગમતા વધારવાનાં પ્રધાનમંત્રીનાં વિઝનને પરિપૂર્ણ કરવા તરફનું પણ આ એક પગલું છે.

669 કિલોમીટર લાંબા દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસ વેને કુલ આશરે ₹ 39,500 કરોડના ખર્ચે બાંધવામાં આવશે. આનાથી દિલ્હીથી અમૃતસરનો અને દિલ્હીથી કટરાનો મુસાફરી સમય અડધો થઈ જશે. આ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે સુલતાનપુર લોઢી, ગોઇંદવાલ સાહિબ, ખદૂર સાહિબ, તરન તારન ખાતે મહત્વનાં શીખ ધાર્મિક સ્થળો અને કટરામાં પવિત્ર હિંદુ યાત્રાધામ વૈષ્ણોદેવીને જોડશે. આ એક્સપ્રેસ વે ત્રણ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશો હરિયાણા, ચંદીગઢ, પંજાબ અને જમ્મુ અને કાશ્મીરના અંબાલા ચંદીગઢ, મોહાલી, સંગ્રૂર, પટિયાલા, લુધિયાણા, જાલંધર, કપુરથલા, કથુઆ અને સાંબા જેવા મહત્વનાં આર્થિક કેન્દ્રોને પણ જોડશે.

અમૃતર-ઉના સેક્શનને આશરે ₹ 1700 કરોડના ખર્ચે ફોર લેનનો કરવામાં આવશે. આ 77 કિમી લાંબો સેક્શન ચાર મોટા રાષ્ટ્રીય રાજમાર્ગો જેમ કે અમૃતસર-ભટિંદા-જામનગર આર્થિક કૉરિડોર, દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસ વે, ઉત્તર-દક્ષિણ કૉરિડોર અને કાંગરા-હમિરપુર-બિલાસપુર-શિમલા કૉરિડોરને જોડશે અને ઉત્તરીય પંજાબ અને હિમાચલ પ્રદેશના સમગ્ર સમાંતરે વિસ્તૃત અમૃતસરથી ભોટા કૉરિડોરનો ભાગ છે. એનાથી ઘૂમન, શ્રી હરગોબિંદપુર અને પુલ પુખ્તા નગર (પ્રસિદ્ધ ગુરુદ્વારા પુલ પુખ્તા સાહિબ છે)ના ધાર્મિક સ્થળોની કનેક્ટિવિટીને સુધારવામાં મદદ કરશે.

પ્રધાનમંત્રી મુકેરિયાં અને તલવાડાની વચ્ચે આશરે 27 કિમીની લંબાઇની, ₹ 410 કરોડથી વધુના ખર્ચે બનનારી નવી બ્રોડ ગેજ રેલવે લાઇનનો પણ શિલાન્યાસ કરશે. આ રેલવે લાઇન નાંગલ ડેમ – દૌલતપુર ચોક રેલવે સેક્શનનું વિસ્તરણ હશે. એનાથી આ વિસ્તારમાં બારમાસી પરિવહન પૂરું પડાશે. આ પરિયોજના વ્યૂહાત્મક મહત્વ પણ ધરાવે છે કેમ કે તે મુકેરિયાં ખાતે હયાત જાલંધર-જમ્મુ રેલવે લાઇનને જોડાઇને જમ્મુ અને કાશ્મીરને વૈકલ્પિક રૂટ તરીકે કામ કરશે. આ પરિયોજના પંજાબમાં હોશિયારપુરનાં લોકો અને હિમાચલ પ્રદેશમાં ઉનાનાં લોકો માટે ખાસ લાભદાયી સાબિત થશે. એનાથી પ્રદેશમાં પર્યટનને વેગ મળશે અને હિલ સ્ટેશનો અને ધાર્મિક મહત્તા ધરાવતાં સ્થળોની કનેક્ટિવિટીની સુગમતા પૂરી પાડશે.

દેશના તમામ ભાગોમાં વિશ્વ સ્તરીય મેડિકલ સુવિધાઓ પૂરી પાડવાના પ્રધાનમંત્રીના પ્રયાસને અનુરૂપ, પંજાબનાં ત્રણ નગરોમાં નવા મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો શિલાન્યાસ કરવામાં આવશે. ફિરોઝપુર ખાતે આશરે ₹ 490 કરોડ કરતા વધુના ખર્ચે 100 બૅડ્સના પીજીઆઇ સેટેલાઇટ સેન્ટર બાંધવામાં આવશે. તે ઇન્ટર્નલ મેડિસીન, જનરલ સર્જરી, ઑર્થોપેડિક્સ, પ્લાસ્ટિક સર્જરી, ન્યુરોસર્જરી, પ્રસૂતિશાસ્ત્ર અને ગાયનેકોલોજી, પીડિયાટ્રિક્સ, ઑપ્થેલ્મોલોજી, ઈએનટી અને સાઇકિયાટ્રી-ડ્રગ ડિએડિક્શન સહિતની 10 વિશેષતાઓમાં સેવાઓ પૂરી પાડશે. આ સેટેલાઇટ સેન્ટર ફિરોઝપુર અને નજીકના વિસ્તારોમાં વિશ્વ સ્તરીય તબીબી સુવિધાઓ પૂરી પાડશે.

કપુરથલા અને હોશિયારપુર ખાતે બે મેડિકલ કૉલેજો દરેક આશરે ₹ 325 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે અને એની ક્ષમતા આશરે 100 બેઠકોની હશે. આ કૉલેજોને કેન્દ્ર દ્રારા પુરસ્કૃત યોજના ‘એસ્ટાબ્લિશમેન્ટ ઑફ ન્યુ મેડિકલ કૉલેજીસ એટેચ્ડ વિથ ડિસ્ટ્રિક્ટ રેફરલ હૉસ્પિટલ્સ’ના ત્રીજા તબક્કામાં મંજૂરી અપાઇ છે. આ યોજના હેઠળ પંજાબમાં કૂલ ત્રણ મેડિકલ કૉલેજો મંજૂર કરવામાં આવી છે. પહેલા તબક્કે એસએએસ નગર ખાતે મંજૂર કરાયેલી કોલેજ કાર્યરત થઈ ચૂકી છે.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi