પ્રધાનમંત્રી મણીપુરમાં રૂપિયા 4800 કરોડ કરતાં વધારે મૂલ્યની 22 પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને શિલાન્યાસ કરશે
દેશના તમામ ભાગોમાં કનેક્ટિવિટી સુધારવાની પ્રધાનમંત્રીની દૂરંદેશી અનુસાર રૂપિયા 1700 કરોડ કરતાં વધારે મૂલ્યના રાષ્ટ્રીય ધોરીમાર્ગનો શિલાન્યાસ કરશે
રૂપિયા 1100 કરોડ કરતાં વધારે ખર્ચે ઉભા કરવામાં આવેલા 2350થી વધારે મોબાઇલ ટાવરોનું લોકાર્પણ કરવામાં આવશે; મોબાઇલ કનેક્ટિવિટીમાં ખૂબ જ મોટી પ્રગતિ આવશે
આરોગ્ય ક્ષેત્રને મોટો વેગ; ‘અદ્યતન સુવિધાઓથી સજ્જ કેન્સર હોસ્પિટલ’નો શિલાન્યાસ કરવામાં આવશે; નવી બાંધવામાં આવેલી 200 બેડની કોવિડ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરાશે
મણીપુરની સૌથી મોટી PPP પહેલ ‘સેન્ટર ફોર ઇન્વેન્શન, ઇનોવેશન, ઇન્ક્યુબેશન એન્ડ ટ્રેનિંગ’નો શિલાન્યાસ કરાશે; તેનાથી રોજગારીની તકોના નિર્માણને વેગ મળશે
‘મણીપુર ઇન્સ્ટિટ્યુટ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ’નો શિલાન્યાસ કરવામાં આવશે; આ વિચાર સૌ પ્રથમ વખત 1990માં રજૂ કરાયો હતો પરંતુ વર્ષો સુધી તેનો અમલ કરવામાં આવ્યો નહોતો
પ્રધાનમંત્રીના ‘સબકા સાથ – સબકા વિકાસ- સબકા વિશ્વાસ’ મંત્રને અનુરૂપ, પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ હેઠળ રૂપિયા 1
રબાદ, બપોરે લગભગ 2 વાગે અગરતલામાં તેઓ મહારાજા બીર બિક્રમ હવાઇમથક ખાતે નવા સંકલિત ટર્મિનલ ભવનનું ઉદ્ઘાટન કરશે અને બે મુખ્ય વિકાસ પહેલોનો પણ પ્રારંભ કરાવશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 4 જાન્યુઆરી 2022ના રોજ મણીપુર અને ત્રિપુરા આ બંને રાજ્યોની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે લગભગ 11 વાગ્યે ઇમ્ફાલમાં લગભગ રૂપિયા 4800 કરોડ કરતાં વધારે મૂલ્યની 22 વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને શિલાન્યાસ કરશે.
પ્રધાનમંત્રી મણીપુરના લોકોને આશરે રૂ. 1100 કરોડના ખર્ચે ઉભા કરવામાં આવેલા કુલ 2,387 મોબાઈલ ટાવરોનું પણ લોકાર્પણ કરશે. રાજ્યની મોબાઈલ કનેક્ટિવિટીને વધુ વેગ આપવાની દિશામાં આ એક મોટું પગલું પુરવાર થશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 4 જાન્યુઆરી 2022ના રોજ મણીપુર અને ત્રિપુરા આ બંને રાજ્યોની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે લગભગ 11 વાગ્યે ઇમ્ફાલમાં લગભગ રૂપિયા 4800 કરોડ કરતાં વધારે મૂલ્યની 22 વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ, બપોરે લગભગ 2 વાગે અગરતલામાં તેઓ મહારાજા બીર બિક્રમ હવાઇમથક ખાતે નવા સંકલિત ટર્મિનલ ભવનનું ઉદ્ઘાટન કરશે અને બે મુખ્ય વિકાસ પહેલોનો પણ પ્રારંભ કરાવશે.

પ્રધાનમંત્રીનો મણીપુરનો પ્રવાસ

મણીપુરમાં, પ્રધાનમંત્રી રૂપિયા 1850 કરોડના મૂલ્યની 13 વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને રૂપિયા 2950 કરોડના મૂલ્યની વિવિધ 9 પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. આ પરિયોજનાઓ વિવિધ ક્ષેત્રો જેમ કે, માર્ગ માળખાકીય સુવિધાઓ, પીવાલાયક પાણીનો પુરવઠો, આરોગ્ય, શહેરી વિકાસ, આવાસ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કૌશલ્ય વિકાસ, કળા અને સંસ્કૃતિ તેમજ અન્ય સાથે સંકળાયેલી છે.

સમગ્ર દેશમાં કનેક્ટિવિટીમાં સુધારો લાવવા માટેની પરિયોજનાઓને અનુરૂપ પ્રધાનમંત્રી અહીં પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નિર્માણની પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે જે રૂપિયા 1700 કરોડ  કરતાં વધારે ખર્ચે તૈયાર કરવામાં આવશે. આ ધોરીમાર્ગોના નિર્માણથી કુલ 110 કિમી લંબાઇનો રસ્તો તૈયાર થશે અને આ પ્રદેશમાં માર્ગ કનેક્ટિવિટી મામલે તેનાથી ખૂબ જ મોટો સુધારો આવશે. અન્ય મહત્વપૂર્ણ માળખાકીય સુવિધાથી અહીં આખા વર્ષ દરમિયાન સિલચરથી ઇમ્ફાલ સુધી વિના અવરોધે કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે અને તેનાથી ટ્રાફિકની ગીચતામાં ઘટાડો થશે. આ પરિયોજના હેઠળ રૂપિયા 75 કરોડના ખર્ચે NH-37 પર બરાક નદી પર લોખંડના પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીના કાર્યક્રમ દરમિયાન આ પુલનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

પ્રધાનમંત્રી મણીપુરના લોકોને આશરે રૂ. 1100 કરોડના ખર્ચે ઉભા કરવામાં આવેલા કુલ 2,387 મોબાઈલ ટાવરોનું પણ લોકાર્પણ કરશે. રાજ્યની મોબાઈલ કનેક્ટિવિટીને વધુ વેગ આપવાની દિશામાં આ એક મોટું પગલું પુરવાર થશે.

દેશમાં પ્રત્યેક પરિવાર સુધી પીવાલાયક સ્વચ્છ પાણી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે અને રાજ્યમાં પીવાલાયક પાણીના પુરવઠાની પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવાથી તેમના આ પ્રયાસને વધુ વેગ મળશે. પ્રધાનમંત્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવલી રહેલી પરિયોજનાઓમાં સામેલ છે - રૂપિયા 280 કરોડના મૂલ્યની ‘થૌબલ બહુલક્ષી વોટર ટ્રાન્સમિશન સિસ્ટમ પરિયોજના છે’ જે ઇમ્ફાલ શહેરને પાણીનો પુરવઠો પૂરો પાડશે; રૂપિયા 65 કરોડના ખર્ચે તામેંગલોંગ હેડક્વાર્ટર્સ માટે જળ સંરક્ષણ દ્વારા હાથ ધરવામાં આવેલી જળ પુરવઠા યોજના જે તામેંગલોંગ જિલ્લાની દસ વસાહતોના રહેવાસીઓને પીવાનું સ્વચ્છ પાણી પહોંચાડશે; અને રૂપિયા 51 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલી ‘સેનાપતિ જિલ્લા હેડક્વાર્ટર જળ પુરવઠા વૃદ્ધિ યોજના’ જેનાથી આ વિસ્તારના રહેવાસીઓને નિયમિત ધોરણે પીવાના પાણીનો પુરવઠો પ્રાપ્ત થશે.

રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રને વધારે મજબૂત બનાવવાના પ્રયાસરૂપે, પ્રધાનમંત્રી ઇમ્ફાલમાં આશરે રૂ. 160 કરોડના ખર્ચે PPP ધોરણે નિર્માણ પામનારી ‘અદ્યતન સુવિધાઓથી સજ્જ કેન્સર હોસ્પિટલ’નો શિલાન્યાસ કરશે. આ કેન્સર હોસ્પિટલ રાજ્યમાં ખાસ કરીને જેમને કેન્સર સંબંધિત નિદાન અને સારવાર સેવાઓ મેળવવા માટે રાજ્યની બહાર જવું પડે છે તેવા લોકોના ખિસ્સા પર બીમારીની સારવારમાં પડી રહેલા ખર્ચમાં ઘટાડો લાવવામાં ખૂબ જ ફાયદો કરશે. આ ઉપરાંત, રાજ્યમાં કોવિડ સંબંધિત માળખાકીય સુવિધાને વેગ આપવાના ઉદ્દેશથી, પ્રધાનમંત્રી ‘કિયામગેઈ ખાતે 200 બેડની કોવિડ હોસ્પિટલ’નું ઉદ્ઘાટન કરશે, જે DRDOના સહયોગથી લગભગ રૂપિયા 37 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે.

ભારતીય શહેરના પુનરોદ્ધાર અને પરિવર્તનની દિશામાં પ્રધાનમંત્રી દ્વારા હાથ ધરવામાં આવી રહેલા અવિરત પ્રયાસોને સાકાર કરવાની દિશામાં આગળ વધીને, ‘ઇમ્ફાલ સ્માર્ટ સિટી મિશન’ હેઠળ બહુવિધ પરિયોજનાઓને પૂરી કરવામાં આવશે. પ્રધાનમંત્રી આ મિશનની ત્રણ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે. રૂપિયા 170 કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલી આ પરિયોજનાઓમાં સંકલિત કમાન્ડ અને નિયંત્રણ કેન્દ્ર (ICCC), ઇમ્ફાલ નદી પર પશ્ચિમી રિવરફ્રન્ટ વિકાસ પરિયોજના (તબક્કો - I) અને ઇમ્ફાલ બજાર ખાતે મોલ માર્ગનો વિકાસ (તબક્કો - I) સામેલ છે. સંકલિત કમાન્ડ અને નિયંત્રણ કેન્દ્ર (ICCC) શહેરમાં વિવિધ પ્રકારની ટેકનોલોજી આધારિત સેવાઓ પૂરી પાડશે જેમાં ટ્રાફિક વ્યવસ્થાપન, ઘન કચરાનું વ્યવસ્થાપન અને શહેરમાં દેખરેખ જેવી વિવિધ સેવાઓ સામેલ છે. આ મિશન હેઠળ અન્ય વિકાસ પરિયોજનાઓમાં અહીં પર્યટન અને સ્થાનિક અર્થતંત્રને વેગ આપશે અને રોજગારીની વિપુલ તકો પૂરી પાડશે.

પ્રધાનમંત્રી રાજ્યમાં આશરે રૂ. 200 કરોડના ખર્ચે નિર્માણ પામનારા ‘સેન્ટર ફોર ઇન્વેન્શન, ઇનોવેશન, ઇન્ક્યુબેશન એન્ડ ટ્રેનિંગ (CIIIT)’ (સંશોધન, આવિષ્કાર, ઇન્ક્યુબેશન અને તાલીમ કેન્દ્ર)નો શિલાન્યાસ કરશે. આ પરિયોજના રાજ્યની સૌથી મોટી PPP પહેલ છે અને જે રાજ્યમાં રોજગારીની તકો ઊભી કરવા ઉપરાંત ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રને ખૂબ મોટું પ્રોત્સાહન આપશે.

પ્રધાનમંત્રી હરિયાણના ગુરગાંવમાં મણીપુર ઇન્સ્ટિટ્યુટ ઓફ પરફોર્મિંગ આર્ટ્સના બાંધકામનો શિલાન્યાસ પણ કરશે. હરિયાણામાં મણીપુરનું સાંસ્કૃતિક કેન્દ્ર શરૂ કરવાનો વિચાર સૌપ્રથમ વખત 1990માં આવ્યો હતો પરંતુ તેનો અમલ કરવામાં કેટલાય વર્ષો જતા રહ્યા. રૂપિયા 240 કરોડ કરતાં વધારે ખર્ચે આ ઇન્સ્ટિટ્યુટનું બાંધકામ કરવામાં આવશે અને તેનાથી રાજ્યની ભવ્ય કળા અને સંસ્કૃતિને પ્રોત્સાહન મળશે. રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને વધારે મજબૂત કરવા માટે, પ્રધાનમંત્રી ઇમ્ફાલ ખાતે નવીનીકૃત અને પુનરોદ્ધાર કરવામાં આવેલા ગોવિંદજી મંદિરનું ઉદ્ઘાટન કરશે. તેઓ મોઇરાંગ ખાતે INA સંકુલનું પણ ઉદ્ઘાટન કરશે. આ સંકુલ ભારતની સ્વતંત્રતાની ચળવળમાં ભારતીય રાષ્ટ્રીય સૈન્ય (INA) દ્વારા ભજવવામાં આવેલી મહત્વપૂર્ણ ભૂમિકાને દર્શાવશે.

‘સબકા સાથ-સબકા વિકાસ-સબકા વિશ્વાસ’ ના મંત્રને અનુરૂપ, પ્રધાનમંત્રી રૂપિયા 130 કરોડ કરતાં વધારે મૂલ્યની 72 પરિયોજનાઓ શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ અંતર્ગત આ પરિયોજનાઓ હાથ ધરવામાં આવશે. આ પરિયોજનાઓ લઘુમતી સમુદાયોના સર્વાંગી વિકાસ માટે આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રોમાં માળખાકીય સહાય પૂરી પાડશે.

રાજ્યમાં હસ્તવણાટના ઉદ્યોગને વધારે મજબૂત બનાવવા માટે, રૂ. 36 કરોડના ખર્ચે નિર્માણ પામનારી બે પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે જેમાં ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના નોંગપોકકચિંગ ખાતે ‘મેગા હેન્ડલૂમ ક્લસ્ટર’ સામેલ છે જેનાથી ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના લગભગ 17,000 વણકરોને લાભ કરશે અને બીજી પરિયોજના મોઇરાંગમાં ‘ક્રાફ્ટ એન્ડ હેન્ડલૂમ વિલેજ’ છે જે વણકર પરિવારોને મદદ કરશે, તેનાથી મોઇરાંગ અને લોકટક તળાવની આસપાસના વિસ્તારોમાં પર્યટનની સંભાવનાઓ વધશે અને સ્થાનિક લોકો માટે રોજગારીનું સર્જન થશે.

પ્રધાનમંત્રી ન્યૂ ચેકોન ખાતે લગભગ રૂ. 390 કરોડના ખર્ચે બાંધવામાં આવનારા સરકારી રહેણાંક ક્વાર્ટર્સના નિર્માણ માટે પણ શિલાન્યાસ કરશે. આ રહેણાંક ક્વાર્ટર્સ આધુનિક સુવિધાઓથી સજ્જ સંકલિત હાઉસિંગ કોલોની હશે. તેઓ ઇમ્ફાલ પૂર્વના ઇબુધૌમર્જિંગ ખાતે રોપવે પરિયોજનાનો પણ શિલાન્યાસ કરશે.

પ્રધાનમંત્રીના હસ્તે દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવનારી અન્ય પરિયોજનાઓમાં કાંગપોકપી ખાતે કૌશલ્ય વિકાસ માળખાકીય સુવિધા (ESDI) હેઠળ નવી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), તેમજ માહિતી અને જનસંપર્ક નિયામકની નવી ઓફિસની ઇમારત પણ સામેલ છે.

પ્રધાનમંત્રીનો ત્રિપુરાનો પ્રવાસ

પ્રધાનમંત્રી ત્રિપુરાની પોતાની મુલાકાત દરમિયાન, મહારાજા બીર બિક્રમ (MBB) હવાઇમથકના નવા સંકલિત ટર્મિનલ ભવનનું ઉદ્ઘાટન કરશે અને મુખ્ય પહેલોનો પ્રારંભ કરશે જેમાં મુખ્યમંત્રી ત્રિપુરા ગ્રામ સમૃદ્ધિ યોજના અને વિદ્યાજ્યોતિ શાળાઓનો પ્રોજેક્ટ મિશન 100 સામેલ છે.

મહારાજા બીર બિક્રમ હવાઇમથકમાં રૂપિયા 450 કરોડના ખર્ચે નવું બનાવવામાં આવેલું સંકલિત ટર્મિનલ ભવન 30,000 ચોરસ મીટરમાં ફેલાયેલું એક અદ્યતન ભવન છે, જેમાં આધુનિક સુવિધાઓ છે અને તે નવીનતમ IT નેટવર્ક સંકલિત સિસ્ટમ દ્વારા સમર્થિત છે. નવા ટર્મિનલ ભવનનો વિકાસ એ દેશના તમામ હવાઇમથકોમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રધાનમંત્રીના પ્રયાસને અનુરૂપ હાથ ધરવામાં આવેલી કામગીરી છે.

વિદ્યાજ્યોતિ શાળાઓના પ્રોજેક્ટ મિશન 100નો ઉદ્દેશ રાજ્યની 100 વર્તમાન ઉચ્ચ/ઉચ્ચતર માધ્યમિક શાળાઓને અત્યાધુનિક સુવિધાઓ તેમજ ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા વિદ્યાજ્યોતિ શાળાઓમાં રૂપાંતરિત કરીને શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવવાનો છે. આ પરિયોજના હેઠળ નર્સરીથી 12મા ધોરણ સુધીના લગભગ 1.2 લાખ વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવશે અને આગામી ત્રણ વર્ષમાં લગભગ રૂ. 500 કરોડનો ખર્ચ થશે.

મુખ્યમંત્રી ત્રિપુરા ગ્રામ સમૃદ્ધિ યોજનાનો ઉદ્દેશ ગ્રામ્ય સ્તરે વિકાસના મૂળભૂત ક્ષેત્રોમાં સેવાની ડિલિવરી માટે સીમાચિહ્નરૂપ ધોરણો પ્રાપ્ત કરવાનો છે. આ યોજના માટે પસંદ કરવામાં આવેલા મુખ્ય ક્ષેત્રોમાં પરિવારોને પાણીના નળના જોડાણો, ઘરેલું વીજળીના જોડાણો. તમામ પ્રકારના હવામાનમાં ઉપયોગમાં લઇ શકાય તેવા માર્ગોનું નિર્માણ, દરેક પરિવાર માટે કાર્યરત શૌચાલયો, દરેક બાળક માટે ઇમ્યુનાઇઝેશનની ભલામણ સ્વ સહાય સમૂહોમાં મહિલાઓની ભાગીદારી વગેરે સામેલ છે. આ યોજનાથી ગામડાઓમાં વિવિધ ક્ષેત્રોમાં સેવાઓની ડિલિવરીમાં સીમાચિહ્નરૂપ ધોરણો પ્રાપ્ત કરવામાં પ્રોત્સાહન મળશે અને તેનાથી પાયાના સ્તરે સેવાઓની ડિલિવરીમાં સુધારો લાવવા માટે ગામડાઓ વચ્ચે મજબૂત સ્પર્ધા થશે તેવી પણ અપેક્ષા છે.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Annual malaria cases at 2 mn in 2023, down 97% since 1947: Health ministry

Media Coverage

Annual malaria cases at 2 mn in 2023, down 97% since 1947: Health ministry
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Our constitution embodies the Gurus’ message of Sarbat da Bhala—the welfare of all: PM Modi
December 26, 2024
PM launches ‘Suposhit Gram Panchayat Abhiyan’
On Veer Baal Diwas, we recall the valour and sacrifices of the Sahibzades, We also pay tribute to Mata Gujri Ji and Sri Guru Gobind Singh Ji: PM
Sahibzada Zorawar Singh and Sahibzada Fateh Singh were young in age, but their courage was indomitable: PM
No matter how difficult the times are, nothing is bigger than the country and its interests: PM
The magnitude of our democracy is based on the teachings of the Gurus, the sacrifices of the Sahibzadas and the basic mantra of the unity of the country: PM
From history to present times, youth energy has always played a big role in India's progress: PM
Now, only the best should be our standard: PM

भारत माता की जय!

भारत माता की जय!

केंद्रीय मंत्रिमंडल में मेरी सहयोगी अन्नपूर्णा देवी जी, सावित्री ठाकुर जी, सुकांता मजूमदार जी, अन्य महानुभाव, देश के कोने-कोने से यहां आए सभी अतिथि, और सभी प्यारे बच्चों,

आज हम तीसरे ‘वीर बाल दिवस’ के आयोजन का हिस्सा बन रहे हैं। तीन साल पहले हमारी सरकार ने वीर साहिबजादों के बलिदान की अमर स्मृति में वीर बाल दिवस मनाने की शुरुआत की थी। अब ये दिन करोड़ों देशवासियों के लिए, पूरे देश के लिए राष्ट्रीय प्रेरणा का पर्व बन गया है। इस दिन ने भारत के कितने ही बच्चों और युवाओं को अदम्य साहस से भरने का काम किया है! आज देश के 17 बच्चों को वीरता, इनोवेशन, साइंस और टेक्नोलॉजी, स्पोर्ट्स और आर्ट्स जैसे क्षेत्रों में सम्मानित किया गया है। इन सबने ये दिखाया है कि भारत के बच्चे, भारत के युवा क्या कुछ करने की क्षमता रखते हैं। मैं इस अवसर पर हमारे गुरुओं के चरणों में, वीर साहबजादों के चरणों में श्रद्धापूर्वक नमन करता हूँ। मैं अवार्ड जीतने वाले सभी बच्चों को बधाई भी देता हूँ, उनके परिवारजनों को भी बधाई देता हूं और उन्हें देश की तरफ से शुभकामनाएं भी देता हूं।

साथियों,

आज आप सभी से बात करते हुए मैं उन परिस्थितियों को भी याद करूंगा, जब वीर साहिबजादों ने अपना बलिदान दिया था। ये आज की युवा पीढ़ी के लिए भी जानना उतना ही जरूरी है। और इसलिए उन घटनाओं को बार-बार याद किया जाना ये भी जरूरी है। सवा तीन सौ साल पहले के वो हालात 26 दिसंबर का वो दिन जब छोटी सी उम्र में हमारे साहिबजादों ने अपने प्राणों की आहुति दे दी। साहिबजादा जोरावर सिंह और साहिबजादा फतेह सिंह की आयु कम थी, आयु कम थी लेकिन उनका हौसला आसमान से भी ऊंचा था। साहिबजादों ने मुगल सल्तनत के हर लालच को ठुकराया, हर अत्याचार को सहा, जब वजीर खान ने उन्हें दीवार में चुनवाने का आदेश दिया, तो साहिबजादों ने उसे पूरी वीरता से स्वीकार किया। साहिबजादों ने उन्हें गुरु अर्जन देव, गुरु तेग बहादुर और गुरु गोविंद सिंह की वीरता याद दिलाई। ये वीरता हमारी आस्था का आत्मबल था। साहिबजादों ने प्राण देना स्वीकार किया, लेकिन आस्था के पथ से वो कभी विचलित नहीं हुए। वीर बाल दिवस का ये दिन, हमें ये सिखाता है कि चाहे कितनी भी विकट स्थितियां आएं। कितना भी विपरीत समय क्यों ना हो, देश और देशहित से बड़ा कुछ नहीं होता। इसलिए देश के लिए किया गया हर काम वीरता है, देश के लिए जीने वाला हर बच्चा, हर युवा, वीर बालक है।

साथियों,

वीर बाल दिवस का ये वर्ष और भी खास है। ये वर्ष भारतीय गणतंत्र की स्थापना का, हमारे संविधान का 75वां वर्ष है। इस 75वें वर्ष में देश का हर नागरिक, वीर साहबजादों से राष्ट्र की एकता, अखंडता के लिए काम करने की प्रेरणा ले रहा है। आज भारत जिस सशक्त लोकतंत्र पर गर्व करता है, उसकी नींव में साहबजादों की वीरता है, उनका बलिदान है। हमारा लोकतंत्र हमें अंत्योदय की प्रेरणा देता है। संविधान हमें सिखाता है कि देश में कोई भी छोटा बड़ा नहीं है। और ये नीति, ये प्रेरणा हमारे गुरुओं के सरबत दा भला के उस मंत्र को भी सिखाती हैं, जिसमें सभी के समान कल्याण की बात कही गई है। गुरु परंपरा ने हमें सभी को एक समान भाव से देखना सिखाया है और संविधान भी हमें इसी विचार की प्रेरणा देता है। वीर साहिबजादों का जीवन हमें देश की अखंडता और विचारों से कोई समझौता न करने की सीख देता है। और संविधान भी हमें भारत की प्रभुता और अखंडता को सर्वोपरि रखने का सिद्धांत देता है। एक तरह से हमारे लोकतंत्र की विराटता में गुरुओं की सीख है, साहिबजादों का त्याग है और देश की एकता का मूल मंत्र है।

साथियों,

इतिहास ने और इतिहास से वर्तमान तक, भारत की प्रगति में हमेशा युवा ऊर्जा की बड़ी भूमिका रही है। आजादी की लड़ाई से लेकर के 21वीं सदी के जनांदोलनों तक, भारत के युवा ने हर क्रांति में अपना योगदान दिया है। आप जैसे युवाओं की शक्ति के कारण ही आज पूरा विश्व भारत को आशा और अपेक्षाओं के साथ देख रहा है। आज भारत में startups से science तक, sports से entrepreneurship तक, युवा शक्ति नई क्रांति कर रही है। और इसलिए हमारी पॉलिसी में भी, युवाओं को शक्ति देना सरकार का सबसे बड़ा फोकस है। स्टार्टअप का इकोसिस्टम हो, स्पेस इकॉनमी का भविष्य हो, स्पोर्ट्स और फिटनेस सेक्टर हो, फिनटेक और मैन्युफैक्चरिंग की इंडस्ट्री हो, स्किल डेवलपमेंट और इंटर्नशिप की योजना हो, सारी नीतियां यूथ सेंट्रिक हैं, युवा केंद्रिय हैं, नौजवानों के हित से जुड़ी हुई हैं। आज देश के विकास से जुड़े हर सेक्टर में नौजवानों को नए मौके मिल रहे हैं। उनकी प्रतिभा को, उनके आत्मबल को सरकार का साथ मिल रहा है।

मेरे युवा दोस्तों,

आज तेजी से बदलते विश्व में आवश्यकताएँ भी नई हैं, अपेक्षाएँ भी नई हैं, और भविष्य की दिशाएँ भी नई हैं। ये युग अब मशीनों से आगे बढ़कर मशीन लर्निंग की दिशा में बढ़ चुका है। सामान्य सॉफ्टवेयर की जगह AI का उपयोग बढ़ रहा है। हम हर फ़ील्ड नए changes और challenges को महसूस कर सकते हैं। इसलिए, हमें हमारे युवाओं को futuristic बनाना होगा। आप देख रहे हैं, देश ने इसकी तैयारी कितनी पहले से शुरू कर दी है। हम नई राष्ट्रीय शिक्षा नीति, national education policy लाये। हमने शिक्षा को आधुनिक कलेवर में ढाला, उसे खुला आसमान बनाया। हमारे युवा केवल किताबी ज्ञान तक सीमित न रहें, इसके लिए कई प्रयास किए जा रहे हैं। छोटे बच्चों को इनोवेटिव बनाने के लिए देश में 10 हजार से ज्यादा अटल टिंकरिंग लैब शुरू की गई हैं। हमारे युवाओं को पढ़ाई के साथ-साथ अलग-अलग क्षेत्रों में व्यावहारिक अवसर मिले, युवाओं में समाज के प्रति अपने दायित्वों को निभाने की भावना बढ़े, इसके लिए ‘मेरा युवा भारत’ अभियान शुरू किया गया है।

भाइयों बहनों,

आज देश की एक और बड़ी प्राथमिकता है- फिट रहना! देश का युवा स्वस्थ होगा, तभी देश सक्षम बनेगा। इसीलिए, हम फिट इंडिया और खेलो इंडिया जैसे मूवमेंट चला रहे हैं। इन सभी से देश की युवा पीढ़ी में फिटनेस के प्रति जागरूकता बढ़ रही है। एक स्वस्थ युवा पीढ़ी ही, स्वस्थ भारत का निर्माण करेगी। इसी सोच के साथ आज सुपोषित ग्राम पंचायत अभियान की शुरुआत की जा रही है। ये अभियान पूरी तरह से जनभागीदारी से आगे बढ़ेगा। कुपोषण मुक्त भारत के लिए ग्राम पंचायतों के बीच एक healthy competition, एक तंदुरुस्त स्पर्धा हो, सुपोषित ग्राम पंचायत, विकसित भारत का आधार बने, ये हमारा लक्ष्य है।

साथियों,

वीर बाल दिवस, हमें प्रेरणाओं से भरता है और नए संकल्पों के लिए प्रेरित करता है। मैंने लाल किले से कहा है- अब बेस्ट ही हमारा स्टैंडर्ड होना चाहिए, मैं अपनी युवा शक्ति से कहूंगा, कि वो जिस सेक्टर में हों उसे बेस्ट बनाने के लिए काम करें। अगर हम इंफ्रास्ट्रक्चर पर काम करें तो ऐसे करें कि हमारी सड़कें, हमारा रेल नेटवर्क, हमारा एयरपोर्ट इंफ्रास्ट्रक्चर दुनिया में बेस्ट हो। अगर हम मैन्युफैक्चरिंग पर काम करें तो ऐसे करें कि हमारे सेमीकंडक्टर, हमारे इलेक्ट्रॉनिक्स, हमारे ऑटो व्हीकल दुनिया में बेस्ट हों। अगर हम टूरिज्म में काम करें, तो ऐसे करें कि हमारे टूरिज्म डेस्टिनेशन, हमारी ट्रैवल अमेनिटी, हमारी Hospitality दुनिया में बेस्ट हो। अगर हम स्पेस सेक्टर में काम करें, तो ऐसे करें कि हमारी सैटलाइट्स, हमारी नैविगेशन टेक्नॉलजी, हमारी Astronomy Research दुनिया में बेस्ट हो। इतने बड़े लक्ष्य तय करने के लिए जो मनोबल चाहिए होता है, उसकी प्रेरणा भी हमें वीर साहिबजादों से ही मिलती है। अब बड़े लक्ष्य ही हमारे संकल्प हैं। देश को आपकी क्षमता पर पूरा भरोसा है। मैं जानता हूँ, भारत का जो युवा दुनिया की सबसे बड़ी कंपनियों की कमान संभाल सकता है, भारत का जो युवा अपने इनोवेशन्स से आधुनिक विश्व को दिशा दे सकता है, जो युवा दुनिया के हर बड़े देश में, हर क्षेत्र में अपना लोहा मनवा सकता है, वो युवा, जब उसे आज नए अवसर मिल रहे हैं, तो वो अपने देश के लिए क्या कुछ नहीं कर सकता! इसलिए, विकसित भारत का लक्ष्य सुनिश्चित है। आत्मनिर्भर भारत की सफलता सुनिश्चित है।

साथियों,

समय, हर देश के युवा को, अपने देश का भाग्य बदलने का मौका देता है। एक ऐसा कालखंड जब देश के युवा अपने साहस से, अपने सामर्थ्य से देश का कायाकल्प कर सकते हैं। देश ने आजादी की लड़ाई के समय ये देखा है। भारत के युवाओं ने तब विदेशी सत्ता का घमंड तोड़ दिया था। जो लक्ष्य तब के युवाओं ने तय किया, वो उसे प्राप्त करके ही रहे। अब आज के युवाओं के सामने भी विकसित भारत का लक्ष्य है। इस दशक में हमें अगले 25 वर्षों के तेज विकास की नींव रखनी है। इसलिए भारत के युवाओं को ज्यादा से ज्यादा इस समय का लाभ उठाना है, हर सेक्टर में खुद भी आगे बढ़ना है, देश को भी आगे बढ़ाना है। मैंने इसी साल लालकिले की प्राचीर से कहा है, मैं देश में एक लाख ऐसे युवाओं को राजनीति में लाना चाहता हूं, जिसके परिवार का कोई भी सक्रिय राजनीति में ना रहा हो। अगले 25 साल के लिए ये शुरुआत बहुत महत्वपूर्ण है। मैं हमारे युवाओं से कहूंगा, कि वो इस अभियान का हिस्सा बनें ताकि देश की राजनीति में एक नवीन पीढ़ी का उदय हो। इसी सोच के साथ अगले साल की शुरुआत में, माने 2025 में, स्वामी विवेकानंद की जयंती के अवसर पर, 'विकसित भारत यंग लीडर्स डॉयलॉग’ का आयोजन भी हो रहा है। पूरे देश, गाँव-गाँव से, शहर और कस्बों से लाखों युवा इसका हिस्सा बन रहे हैं। इसमें विकसित भारत के विज़न पर चर्चा होगी, उसके रोडमैप पर बात होगी।

साथियों,

अमृतकाल के 25 वर्षों के संकल्पों को पूरा करने के लिए ये दशक, अगले 5 वर्ष बहुत अहम होने वाले हैं। इसमें हमें देश की सम्पूर्ण युवा शक्ति का प्रयोग करना है। मुझे विश्वास है, आप सब दोस्तों का साथ, आपका सहयोग और आपकी ऊर्जा भारत को असीम ऊंचाइयों पर लेकर जाएगी। इसी संकल्प के साथ, मैं एक बार फिर हमारे गुरुओं को, वीर साहबजादों को, माता गुजरी को श्रद्धापूर्वक सिर झुकाकर के प्रणाम करता हूँ।

आप सबका बहुत-बहुत धन्यवाद !