PM to launch various initiatives related to the agricultural and animal husbandry sector worth around Rs 23,300 crore in Washim
Celebrating the rich heritage of the Banjara community, PM to inaugurate Banjara Virasat Museum
PM to inaugurate and lay foundation stone of various projects worth over Rs 32,800 crore in Thane
Key focus of the projects: Boosting urban mobility in the region
PM to inaugurate Aarey JVLR to BKC section of Mumbai Metro Line 3 Phase – 1
PM to lay foundation stones of Thane Integral Ring Metro Rail Project and Elevated Eastern Freeway Extension
PM to lay foundation stone of Navi Mumbai Airport Influence Notified Area (NAINA) project

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5 ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્રની મુલાકાત લેશે. તેઓ વાશિમ જશે અને સવારે 11:15 વાગ્યે તેઓ પોહરાદેવી ખાતે જગદંબા માતાના મંદિરમાં દર્શન કરશે. તેઓ વાશિમમાં સંત સેવાલાલ મહારાજ અને સંત રામરાવ મહારાજની સમાધિઓ પર પણ શ્રદ્ધાંજલિ આપશે. જે બાદ સવારે 11:30 વાગ્યે પ્રધાનમંત્રી બંજારા વિરાસત મ્યુઝિયમનું ઉદઘાટન કરશે, જે બંજારા સમુદાયની સમૃદ્ધ વિરાસતની ઉજવણી કરશે. બપોરે લગભગ 12 વાગ્યે તેઓ લગભગ 23,300 કરોડ રૂપિયાના કૃષિ અને પશુપાલન ક્ષેત્ર સાથે સંબંધિત અનેક પહેલનો શુભારંભ કરશે. સાંજે લગભગ 4 વાગ્યે પ્રધાનમંત્રી થાણેમાં 32,800 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ સાંજે 6 વાગ્યાની આસપાસ બીકેસી મેટ્રો સ્ટેશનથી તેઓ બીકેસીથી આરે જેવીએલઆર, મુંબઈ સુધી દોડનારી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપશે. તેઓ બીકેસી અને સાંતાક્રુઝ સ્ટેશનો વચ્ચે મેટ્રોમાં મુસાફરી પણ કરશે.

વાશિમમાં પ્રધાનમંત્રી

ખેડૂતોને સશક્ત બનાવવાની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રી આશરે 9.4 કરોડ ખેડૂતોને આશરે 20,000 કરોડ રૂપિયાનાં મૂલ્યનાં પીએમ-કિસાન સન્માન નિધિનાં 18માં હપ્તાનું વિતરણ કરશે. 18મી હપ્તાની ફાળવણી સાથે પીએમ-કિસાન અંતર્ગત ખેડૂતોને કુલ 3.45 લાખ કરોડ રૂપિયાનું ભંડોળ રીલિઝ કરવામાં આવશે. ઉપરાંત પ્રધાનમંત્રી આશરે રૂ. 2,000 કરોડનાં વિતરણની નમો શેતકરી મહાસન્માન નિધિ યોજનાનાં 5માં હપ્તાનો પણ શુભારંભ કરશે.

પ્રધાનમંત્રી કૃષિ માળખાગત ફંડ (એઆઇએફ) હેઠળ 1,920 કરોડ રૂપિયાથી વધારેનાં મૂલ્યનાં 7,500થી વધારે પ્રોજેક્ટ દેશને અર્પણ કરશે. મુખ્ય પ્રોજેક્ટ્સમાં કસ્ટમ હાયરિંગ સેન્ટર્સ, પ્રાઇમરી પ્રોસેસિંગ યુનિટ્સ, વેરહાઉસ, સોર્ટિંગ અને ગ્રેડિંગ યુનિટ્સ, કોલ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ્સ, પોસ્ટ-હાર્વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ્સ વગેરેનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી આશરે 1,300 કરોડ રૂપિયાનું સંયુક્ત ટર્નઓવર ધરાવતી 9,200 ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન્સ (એફપીઓ) પણ દેશને અર્પણ કરશે.

ઉપરાંત પ્રધાનમંત્રી પશુઓ માટે યુનિફાઇડ જિનોમિક ચિપ અને સ્વદેશી જાતિ-સોર્ટેડ સીમેન ટેકનોલોજીનો પણ શુભારંભ કરશે. આ પહેલનો હેતુ ખેડૂતોને પોસાય તેવા ભાવે સેક્સ સોર્ટ કરેલા સીમેનની ઉપલબ્ધતામાં વધારો કરવાનો અને ડોઝ દીઠ ખર્ચમાં આશરે 200 રૂપિયાનો ઘટાડો કરવાનો છે. યુનિફાઇડ જિનોમિક ચિપ, સ્વદેશી પશુઓ માટે ગૌચિપ અને ભેંસો માટે માહિષ્ચિપ, જીનોટાઇપિંગ સેવાઓ સાથે વિકસાવવામાં આવી છે. જીનોમિક પસંદગીના અમલીકરણ સાથે, યુવાન ઉચ્ચ-ગુણવત્તાવાળા આખલાઓને નાની ઉંમરે ઓળખી શકાય છે.

ઉપરાંત પ્રધાનમંત્રી મુખ્યમંત્રી સૌર કૃષિ વાહિની યોજના – 2.0 અંતર્ગત સમગ્ર મહારાષ્ટ્રમાં 19 મેગાવોટની કુલ ક્ષમતા ધરાવતા પાંચ સોલર પાર્કનું લોકાર્પણ કરશે. કાર્યક્રમ દરમિયાન તેઓ મુખ્યમંત્રી માઝી લડકી બહિન યોજનાના લાભાર્થીઓનું સન્માન પણ કરશે.

થાણેમાં પ્રધાનમંત્રી

આ વિસ્તારમાં શહેરી પરિવહનને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુખ્ય મેટ્રો અને રોડ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી આશરે 14,120 કરોડ રૂપિયાનાં મૂલ્યનાં બીકેસીથી આરે જેવીએલઆર સેક્શન - 3નું ઉદઘાટન કરશે. આ સેક્શનમાં 10 સ્ટેશન હશે, જેમાંથી 9 અંડરગ્રાઉન્ડ હશે. મુંબઈ મેટ્રો લાઈન - 3 એક મુખ્ય જાહેર પરિવહન પ્રોજેક્ટ છે જે મુંબઈ શહેર અને ઉપનગરો વચ્ચે અવરજવરમાં સુધારો કરશે. સંપૂર્ણપણે કાર્યરત લાઇન-3 દરરોજ આશરે 12 લાખ મુસાફરોને સેવા પૂરી પાડશે તેવી અપેક્ષા છે.

પ્રધાનમંત્રી આશરે 12,200 કરોડ રૂપિયાનાં ખર્ચે નિર્માણ પામનારા થાણે ઇન્ટિગ્રલ રિંગ મેટ્રો રેલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. પ્રોજેક્ટની કુલ લંબાઈ 29 કિલોમીટર છે જેમાં 20 એલિવેટેડ અને 2 ભૂગર્ભ સ્ટેશનો છે. આ મહત્ત્વાકાંક્ષી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ મહારાષ્ટ્રના મુખ્ય ઔદ્યોગિક અને વાણિજ્યિક કેન્દ્ર થાણેની વધતી જતી પરિવહન જરૂરિયાતોને પહોંચી વળવા માટેની એક ચાવીરૂપ પહેલ છે.

પ્રધાનમંત્રી થાણેમાં છેડા નગરથી આનંદ નગર સુધી એલિવેટેડ ઇસ્ટર્ન ફ્રીવે એક્સટેન્શનનો શિલાન્યાસ પણ કરશે, જેનો ખર્ચ આશરે 3,310 કરોડ રૂપિયા થશે. આ પ્રોજેક્ટ દક્ષિણ મુંબઈથી થાણે સુધી સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરશે.

આ ઉપરાંત પ્રધાનમંત્રી નવી મુંબઈ એરપોર્ટ ઈન્ફ્લુએન્સ નોટિફાઇડ એરિયા (નૈના) પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનો શિલાન્યાસ કરશે, જેનું મૂલ્ય આશરે 2,550 કરોડ રૂપિયા છે. આ પ્રોજેક્ટમાં મુખ્ય માર્ગો, પુલો, ફ્લાયઓવર, અંડરપાસ અને સંકલિત યુટિલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી આશરે 700 કરોડના ખર્ચે નિર્માણ પામનારા થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનનો શિલાન્યાસ પણ કરશે. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઉંચી ઇમારત થાણેના નાગરિકોને કેન્દ્ર સ્થિત બિલ્ડિંગમાં મોટાભાગની મ્યુનિસિપલ કચેરીઓને સમાવીને લાભ આપશે.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi