પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26મી ઓગસ્ટના રોજ સવારે 7:15 વાગ્યે બેંગલુરુમાં ISRO ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક (ISTRAC)ની મુલાકાત લેશે. દક્ષિણ આફ્રિકા અને ગ્રીસની મુલાકાતેથી પરત ફર્યા બાદ તેઓ તરત જ બેંગલુરુ પહોંચશે.
પ્રધાનમંત્રી શ્રી ચંદ્રયાન-3 મિશનમાં સામેલ ઈસરોના વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરશે અને વાતચીત કરશે. તેમને ચંદ્રયાન-3 મિશનના તારણો અને પ્રગતિ વિશે પણ માહિતી આપવામાં આવશે.