પ્રધાનમંત્રી વિવિધ રાજ્યો માટે લગભગ રૂ.એક લાખ કરોડની કિંમતના 112 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
પ્રધાનમંત્રી દ્વારકા એક્સપ્રેસ વેના 19 કિલોમીટર લાંબા હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કરશે
આ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્કના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપશે અને સમગ્ર દેશમાં સામાજિક-આર્થિક વિકાસને વેગ આપવામાં મદદ કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11મી માર્ચ, 2024ના રોજ હરિયાણાના ગુરુગ્રામની મુલાકાત લેશે. બપોરે લગભગ 12 વાગે પ્રધાનમંત્રી લગભગ રૂ. એક લાખ કરોડની કિંમતના દેશભરમાં ફેલાયેલા 112 નેશનલ હાઈવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

NH-48 પર દિલ્હી અને ગુરુગ્રામ વચ્ચે ટ્રાફિકના પ્રવાહને સુધારવામાં અને ભીડને હળવી કરવામાં મદદ કરવા માટે, પ્રધાનમંત્રી સીમાચિહ્નરૂપી દ્વારકા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કરશે. હરિયાણા વિભાગનો 19 કિમી લાંબો 8 લેન દ્વારકા એક્સપ્રેસ વે આશરે રૂ.4100ના ખર્ચે બાંધવામાં આવ્યો છે, અને તેમાં 10.2 કિમી લાંબા દિલ્હી-હરિયાણા બોર્ડરથી બસાઈ રેલ-ઓવર-બ્રિજ (ROB) અને 8.7 કિમી લાંબા બસાઈ ROBથી ખેરકી દૌલાના બે પેકેજનો સમાવેશ થાય છે. જે દિલ્હીના IGI એરપોર્ટ અને ગુરુગ્રામ બાયપાસને સીધી કનેક્ટિવિટી પણ પ્રદાન કરશે.

પ્રધાનમંત્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવનાર અન્ય મોટા પ્રોજેક્ટ્સમાં 9.6 કિમી લાંબો સિક્સ લેન અર્બન એક્સટેન્શન રોડ-II (UER-II)- પેકેજ 3 નાંગલોઈ-નજફગઢ રોડથી દિલ્હીમાં સેક્ટર 24 દ્વારકા સુધીનો સમાવેશ થાય છે; ઉત્તર પ્રદેશમાં લખનૌ રિંગ રોડના ત્રણ પેકેજો લગભગ રૂ.4,600 કરોડના; આંધ્ર પ્રદેશ રાજ્યમાં આનંદપુરમ-પેંદુર્થી-અનાકપલ્લી વિભાગનો NH 16 લગભગ રૂ. 2,950 કરોડના ખર્ચે વિકસિત; હિમાચલ પ્રદેશમાં કિરાતપુરથી નેરચોક સેક્શનનો NH-21 (2 પેકેજ)ના  આશરે રૂ. 3,400 કરોડ  ; કર્ણાટકમાં ડોબાસપેટ- હેસ્કોટ વિભાગ (બે પેકેજ) કિંમત રૂ.  2,750 કરોડ. દેશભરના વિવિધ રાજ્યોમાં અન્ય 42 પ્રોજેક્ટ્સ સાથે 20,500 કરોડ.

પ્રધાનમંત્રી દેશભરમાં વિવિધ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કરશે. આંધ્ર પ્રદેશમાં 14,000 કરોડના મુખ્ય પ્રોજેક્ટના શિલાન્યાસ કરવામાં આવશે તેમાં બેંગલુરુ-કડપ્પા-વિજયવાડા એક્સપ્રેસવેના 14 પેકેજોનો સમાવેશ થાય છે; કર્ણાટકમાં NH-748Aના બેલગામ-હંગુન્ડ-રાયચુર સેક્શનના છ પેકેજો રૂ.8,000 કરોડ; હરિયાણામાં શામલી-અંબાલા હાઈવેના ત્રણ પેકેજ રૂ. 4,900 કરોડ; પંજાબમાં અમૃતસર-ભટિંડા કોરિડોરના બે પેકેજ રૂ. 3,800 કરોડ; દેશભરના વિવિધ રાજ્યોમાં 39 અન્ય પ્રોજેક્ટ સાથે રૂ.32,700 કરોડના. 

આ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્કના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપશે તેમજ સામાજિક-આર્થિક વિકાસને વેગ આપવા, રોજગારીની તકો વધારવામાં અને સમગ્ર દેશના પ્રદેશોમાં વેપાર અને વાણિજ્યને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Indian Toy Sector Sees 239% Rise In Exports In FY23 Over FY15: Study

Media Coverage

Indian Toy Sector Sees 239% Rise In Exports In FY23 Over FY15: Study
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi highlights extensive work done in boosting metro connectivity, strengthening urban transport
January 05, 2025

The Prime Minister, Shri Narendra Modi has highlighted the remarkable progress in expanding Metro connectivity across India and its pivotal role in transforming urban transport and improving the ‘Ease of Living’ for millions of citizens.

MyGov posted on X threads about India’s Metro revolution on which PM Modi replied and said;

“Over the last decade, extensive work has been done in boosting metro connectivity, thus strengthening urban transport and enhancing ‘Ease of Living.’ #MetroRevolutionInIndia”