પ્રધાનમંત્રી દાહોદ ખાતે આદિજાતિ મહાસંમલેનમાં ઉપસ્થિત રહેશે અને અંદાજે રૂપિયા 22,000 કરોડની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે
પ્રધાનમંત્રી જામનગરમાં WHO વૈશ્વિક પારંપરિક દવા કેન્દ્રનો શિલાન્યાસ કરશે અને ગાંધીનગર ખાતે વૈશ્વિક આયુષ રોકાણ અને આવિષ્કાર સંમેલનનું ઉદ્ઘાટન પણ કરશે
પ્રધાનમંત્રી બનાસકાંઠાના દિયોદર ખાતે બનાસ ડેરી સંકુલમાં બહુવિધ વિકાસ પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પણ કરશે અને શિલાન્યાસ કરશે
પ્રધાનમંત્રી ગાંધીનગર ખાતે શાળાઓ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આગામી 18 થી 20 એપ્રિલ 2022 દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે. 18 એપ્રિલના રોજ સાંજે લગભગ 6 વાગ્યે પ્રધાનમંત્રી શ્રી મોદી ગાંધીનગરમાં આવેલા શાળાઓ માટેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે. 19 એપ્રિલના રોજ સવારે લગભગ 9:40 કલાકે તેઓ બનાસકાંઠાના દિયોદર ખાતે બનાસ ડેરી સંકુલમાં એક કાર્યક્રમ દરમિયાન વિકાસની બહુવિધ પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પણ કરશે અને શિલાન્યાસ કરશે. ત્યારપછી, લગભગ 3:30 કલાકે તેઓ જામનગરમાં WHO વૈશ્વિક પારંપરિક દવા કેન્દ્રનો શિલાન્યાસ કરશે. 20 એપ્રિલના રોજ સવારે લગભગ 10:30 વાગે પ્રધાનમંત્રી ગાંધીનગર ખાતે વૈશ્વિક આયુષ રોકાણ અને આવિષ્કાર સંમેલનનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ, બપોરે લગભગ 3:30 કલાકે પ્રધાનમંત્રી દાહોદમાં આદિજાતિ મહાસંમેલનમાં ઉપસ્થિત રહેશે અને વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન તેમજ શિલાન્યાસ કરશે.

શાળાઓ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાતે પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી 18 એપ્રિલેના રોજ સાંજે લગભગ 6 વાગ્યે ગાંધીનગરમાં શાળાઓ માટેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેસે. આ કેન્દ્રમાં દર વર્ષે 500 કરોડ કરતાં વધારે ડેટા સેટ્સ એકઠા કરવામાં આવે છે અને મોટા ડેટા એનાલિટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે એકંદરે અભ્યાસના પરિણામોમાં વધારો કરવા માટે આ પ્રક્રિયા કરવામાં આવે છે. આ કેન્દ્ર દૈનિક ધોરણે શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરી ટ્રેક કરવામાં મદદ, વિદ્યાર્થીઓના અભ્યાસના પરિણામોનું કેન્દ્રીયકૃત સમુચિત અને સમયાંતર મૂલ્યાંકન વગેરે કરે છે. શાળાઓ માટેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને વિશ્વ બેંક દ્વારા વૈશ્વિક શ્રેષ્ઠ પ્રેક્ટિસ માનવામાં આવ્યું છે, જેમણે અન્ય દેશોને પણ આની મુલાકાત લેવા માટે અને તેમાંથી શીખવા માટે આમંત્રણ આપ્યું છે.

પ્રધાનમંત્રીની બનાસકાંઠાના દિયોદરમાં બનાસ ડેરી સંકુલની મુલાકાત

પ્રધાનમંત્રી 19 એપ્રિલના રોજ સવારે લગભગ 9:40 કલાકે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે નવું નિર્માણ કરવામાં આવેલું ડેરી સંકુલ અને બટાકા પ્રસંસ્કરણ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. રૂપિયા 600 કરોડના ખર્ચે આનું નિર્માણ કરવામાં આવ્યું છે. નવું તૈયાર કરવાં આવેલું ડેરી સંકુલ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે. તેનાથી દૈનિક ધોરણે અંદાજે 30 લાખ લીટર દૂધનું પ્રસંસ્કરણ થઇ શકશે, 80 ટન માખણનું ઉત્પાદન, એક લાખ લીટર આઇસક્રીમ, 20 ટન કન્ડેન્સ્ડ દૂધ (ખોયા) અને 6 ટન ચોકલેટનું ઉત્પાદન થઇ શકશે. બટાકા પ્રસંસ્કરણ પ્લાન્ટની મદદથી બટાકાની વિવિધ પ્રકારની પ્રસંસ્કરણ કરેલી વસ્તુઓનું ઉત્પાદન થઇ શકશે જેમાં ફ્રેન્ચ ફ્રાઇઝ, બટાકાની ચિપ્સ, આલુ ટિક્કી, પેટીસ વગેરે સામેલ છે. આમાંથી ઘણી વસ્તુઓને અન્ય દેશોમાં નિકાસ પણ કરવામાં આવશે. આ પ્લાન્ટ્સથી સ્થાનિક ખેડૂતોનું સશક્તિકરણ થશે અને આ પ્રદેશમાં ગ્રામીણ અર્થતંત્રને ઘણો વેગ મળશે.

પ્રધાનમંત્રી બનાસ સામુદાયિક રેડિયો સ્ટેશન પણ રાષ્ટ્રને અર્પણ કરશે. આ સામુદાયિક રેડિયો સ્ટેશન ખેડૂતોને કૃષિ અને પશુપાલન સંબંધિત મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક માહિતી પૂરી પાડવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવ્યું છે. આ રેડિયો સ્ટેશન સાથે 1700 જેટલા ગામડાના લગભગ 5 લાખ કરતાં વધારે ખેડૂતો જોડાશે જેવી અપેક્ષા છે.

પ્રધાનમંત્રી પાલનપુરમાં આવેલા બનાસ ડેરી પ્લાન્ટ ખાતે ચીઝની પ્રોડક્ટ્સ અને છાસ પાવડરના ઉત્પાદન માટે વિસ્તૃત કરવામાં આવેલી સુવિધાઓ પણ રાષ્ટ્રને અર્પણ કરશે. આ ઉપરાંત, પ્રધાનમંત્રી ગુજરાતના દામા ખાતે સ્થાપવામાં આવેલા જૈવિક ખાતર અને બાયોગેસ પ્લાન્ટને પણ રાષ્ટ્રને અર્પણ કરશે.

પ્રધાનમંત્રી આ મુલાકાત દરમિયાન ખીમાના, રતનપુરા – ભીલડી, રાધનપુર અને થાવર ખાતે 100 ટનની ક્ષમતા વાળા ચાર ગોબરગેસ પ્લાન્ટ્સના નિર્માણ માટે શિલાન્યાસ પણ કરશે.

WHO વૈશ્વિક પારંપરિક દવા કેન્દ્ર

પ્રધાનમંત્રી 19 એપ્રિલના રોજ બપોરે લગભગ 3:30 કલાકે જામનગર ખાતે WHO વૈશ્વિક પારંપરિક દવા કેન્દ્ર (GCTM)નો શિલાન્યાસ કરશે. આ પ્રસંગે મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિંદકુમાર જુગનાથ, વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના મહાનિદેશક ડૉ. ટેડ્રોસ ગેબ્રેયેસસ પણ ઉપસ્થિત રહેશે. GCTM દુનિયામાં પ્રથમ અને એકમાત્ર એવું કેન્દ્ર બનશે જે સમગ્ર વિશ્વમાં પારંપરિક દવાઓ પર કામ કરતું હોય. વૈશ્વિક સુખાકારી માટે આંતરરાષ્ટ્રીય હબ તરીકે તે ઉભરી આવશે.

વૈશ્વિક આયુષ રોકાણ અને આવિષ્કાર સંમેલન

ગુજરાતના ગાંધીનગર ખાતે આવેલા મહત્મા મંદિરમાં વૈશ્વિક આયુષ રોકાણ અને આવિષ્કાર સંમેલનનું આયોજન કરવામાં આવશે, જેનું ઉદ્ઘાટન 20 એપ્રિલના રોજ સવારે લગભગ 10:30 કલાકે પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે. આ પ્રસંગે મોરેશિયસના પ્રધાનમંત્રી અને WHOના મહાનિદેશક પણ ઉપસ્થિત રહેશે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ સંમેલનમાં 5 પૂર્ણ સત્રો, 8 ગોળમેજી સંવાદ, 6 વર્કશોપ અને 2 સિમ્પોઝિયમનું આયોજન કરવામાં આવશે. આ સંમેનલમાં લગભગ 90 ખ્યાતનામ વક્તાઓ અને 100 જેટલા પ્રદર્શકો ભાગ લેશે. આ સંમેલનથી રોકાણની સંભાવનાઓ ઉજાગર કરવામાં મદદ મળશે અને આવિષ્કાર, સંશોધન અને વિકાસને તેમજ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને સુખાકારી ઉદ્યોગને વેગ મળી શકશે. આ સંમેલનથી ઉદ્યોગજગતના અગ્રણીઓ, શિક્ષણવિદો અને વિદ્વાનોને એકમંચ પર એકઠા કરી શકાશે અને ભવિષ્યના સહયોગ માટેના મંચ તરીકે પણ તે કામ કરશે.

દાહોદમાં આદિજાતિ મહાસંમેલનમાં પ્રધાનમંત્રીની મુલાકાત

પ્રધાનમંત્રી 20 એપ્રિલના રોજ બપોરે લગભગ 3:30 કલાકે દાહોદ ખાતે આદિજાતિ મહાસંમેલનમાં ઉપસ્થિત રહેશે જ્યાં તેઓ અંદાજે રૂપિયા 22,000 કરોડની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને શિલાન્યાસ કરશે. આ સંમેલનમાં 2 લાખ કરતાં વધારે લોકો ઉપસ્થિત રહેશે તેવી અપેક્ષા છે.

પ્રધાનમંત્રી અંદાજે રૂપિયા 1400 કરોડથી વધારે મૂલ્યની પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે. તેઓ દાહોદ જિલ્લા દક્ષિણ વિસ્તાર પ્રાદેશિક જળ પુરવઠા યોજનાનું ઉદ્ઘાટન કરશે જે નર્મદા બેઝીન વિસ્તારમાં રૂપિયા 840 કરોડના ખર્ચે બાંધવામાં આવી છે. આનાથી દાહોદ જિલ્લા અને દેવગઢ બારિયા શહેરમાં અંદાજે 280 ગામડાંઓની પાણીની જરૂરિયાત પૂરી કરી શકાશે. પ્રધાનમંત્રી રૂપિયા 335 કરોડના મૂલ્યની દાહોદ સ્માર્ટ સિટીની પાંચ પરિયોજનાઓનું પણ ઉદ્ઘાટન કરશે. આ પરિયોજનાઓમાં એકીકૃત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) ભવન, સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ, સ્યૂઅરેજ કાર્યો, ઘન કચરાની વ્યવસ્થાપન સિસ્ટમ અને વરસાદી પાણીના સંગ્રહની સિસ્ટમ સામેલ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂપિયા 120 કરોડના લાભો પંચમહાલ અને દાહોદ જિલ્લાના લગભગ 10,000 આદિવાસી સમૂહોને પહોંચાડવામાં આવશે. પ્રધાનમંત્રી 66 KV ઘોડિયા સબસ્ટેશન, પંચાયત ભવનો અને આંગણવાડીઓ તેમજ અન્ય પરિયોજનાઓનું પણ ઉદ્ઘાટન કરશે.

પ્રધાનમંત્રી દાહોદમાં આવેલા પ્રોડક્શન યુનિટ ખાતે 9000 HP ઇલેક્ટ્રિક લોકોમોટીવનું ઉત્પાદન કરવા માટે શિલાન્યાસ કરશે. આ પરિયોજનાનો ખર્ચ લગભગ રૂપિયા 20,000 કરોડ છે. વરાળ એન્જિન લોકોમોટીવની સમયાંતરે જાળવણી કરવા માટે 1926માં દાહોદ વર્કશોપની સ્થાપના કરવામાં આવી હતી. હવે તેને ઇલેક્ટ્રિક લોકોમોટીવ વિનિર્માણ એકમમાં અપગ્રેડ કરવામાં આવશે અને ત્યાં માળખાકીય સુવિધાઓને લગતા સુધારાઓ કરવામાં આવશે. આના કારણે અંદાજે 10,000 કરતાં વધારે લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી મળશે. પ્રધાનમંત્રી રૂપિયા 550 કરોડના મૂલ્યની રાજ્ય સરકારની વિવિધ વિકાસ પરિયોજનાઓનો પણ શિલાન્યાસ કરશે. આમાં રૂપિયા 300 કરોડના મૂલ્યની વિવિધ જળ પુરવઠા પરિયોજનાઓ, અંદાજે રૂપિયા 175 કરોડની દાહોદ સ્માર્ટ સિટી પરિયોજનાઓ, દૂધીમતી નદી પરિયોજના સંબંધિત વિવિધ કાર્યો, ઘોડિયા ખાતે GETCO સબસ્ટેશનનું કામ તેમજ અન્ય કાર્યો સામેલ છે.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi