પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27 ઓક્ટોબર, 2023નાં રોજ મધ્યપ્રદેશની મુલાકાત લેશે.
પ્રધાનમંત્રી બપોરે લગભગ 1:45 વાગ્યે સતના જિલ્લાના ચિત્રકૂટ પહોંચશે અને શ્રી સદગુરુ સેવા સંઘ ટ્રસ્ટ ખાતે વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થશે. તેઓ રઘુબીર મંદિરમાં પૂજા અને દર્શન કરશે; શ્રી રામ સંસ્કૃત મહાવિદ્યાલયની મુલાકાત લેશે; સ્વ.શ્રી અરવિંદ ભાઈ મફતલાલની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરશે અને જાનકીકુંડ ચિકિત્સાલયની નવી પાંખનું ઉદઘાટન કરશે.
પ્રધાનમંત્રી સ્વ. શ્રી અરવિંદ ભાઈ મફતલાલના જન્મ વર્ષના શતાબ્દી સમારોહના ઉપલક્ષ્યમાં આયોજિત જાહેર કાર્યક્રમમાં પણ ભાગ લેશે. શ્રી સદ્ગુરુ સેવા સંઘ ટ્રસ્ટની સ્થાપના પરમ પૂજ્ય રણછોડદાસજી મહારાજે ૧૯૬૮માં કરી હતી. શ્રી અરવિંદભાઈ મફતલાલ પરમ પૂજ્ય રણછોડદાસજી મહારાજથી પ્રેરિત હતા અને તેમણે ટ્રસ્ટની સ્થાપનામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
શ્રી અરવિંદભાઈ મફતલાલ આઝાદી પછીના ભારતના અગ્રણી ઉદ્યોગસાહસિકોમાંના એક હતા, જેમણે દેશની વિકાસગાથામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ચિત્રકૂટની તેમની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી તુલસી પીઠની પણ મુલાકાત લેશે. બપોરે લગભગ 3:15 વાગ્યે તેઓ કાચ મંદિરમાં પૂજા અને દર્શન કરશે. તેઓ તુલસી પીઠના જગદગુરુ રામાનંદાચાર્યના આશીર્વાદ લેશે અને એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે, જ્યાં તેઓ ત્રણ પુસ્તકો - 'અષ્ટધ્યાયી ભાષ્ય', 'રામાનંદાચાર્ય ચરિત્રમ' અને 'ભગવાન શ્રી કૃષ્ણ કી રાષ્ટ્રલીલા' નું વિમોચન કરશે.
તુલસી પીઠ મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાં એક મહત્વપૂર્ણ ધાર્મિક અને સમાજસેવાની સંસ્થા છે. તેની સ્થાપના ૧૯૮૭માં જગદગુરુ રામભદ્રાચાર્ય દ્વારા કરવાCBમાં આવી હતી. તુલસી પીઠ એ હિન્દુ ધાર્મિક સાહિત્યના અગ્રણી પ્રકાશકોમાંની એક છે.