ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુના 75મા જન્મદિવસની પૂર્વ સંધ્યાએ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 જૂને બપોરે 12 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેમના જીવન અને પ્રવાસ પર આધારિત ત્રણ પુસ્તકોનું વિમોચન કરશે. આ કાર્યક્રમનું આયોજન અન્વયા કન્વેન્શન સેન્ટર, ગાચીબોવલી, હૈદરાબાદ ખાતે કરવામાં આવશે.
પ્રધાનમંત્રી દ્વારા વિમોચન કરવામાં આવનાર પુસ્તકોમાં આનો સમાવેશ થાય છે:
- ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિનું જીવનચરિત્ર, જેનું શીર્ષક "વેંકૈયા નાયડુ - સેવામાં જીવન" છે. તે ધ હિન્દુ, હૈદરાબાદ આવૃત્તિના ભૂતપૂર્વ સ્થાનિક સંપાદક શ્રી એસ. નાગેશ કુમાર દ્વારા લખાયેલ છે.
- ભારતના ઉપરાષ્ટ્રપતિના ભૂતપૂર્વ સચિવ ડૉ. આઈ.વી. સુબ્બા રાવ દ્વારા સંકલિત એક સચિત્ર પુસ્તક, "ભારતની ઉજવણી - ભારતના 13મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શ્રી એમ. વેંકૈયા નાયડુનું મિશન અને સંદેશ."
- શ્રી સંજય કિશોર દ્વારા તેલુગુ ભાષામાં લખાયેલ સચિત્ર જીવનચરિત્ર, જેનું શીર્ષક છે “મહાનેતા – ધ લાઈફ એન્ડ જર્ની ઓફ શ્રી એમ. વેંકૈયા નાયડુ.”