પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 9 માર્ચે નવી દિલ્હી ખાતે આવેલા લોકમાન્ય તિલક માર્ગ પર સાંજે 5 વાગ્યે યોજનારા એક કાર્યક્રમ દરમિયાન 21 વિદ્વાનો દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકો અને તેના વર્ણન સાથે લખવામાં આવેલા ગ્રંથની 11મી આવૃત્તિનું વિમોચન કરશે. આ પ્રસંગે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટેનન્ટ ગવર્નર શ્રી મનોજસિંહા અને ડૉ. કરણસિંહ પણ ઉપસ્થિત રહેશે.
શ્રીમદ્ ભગવદ્ ગીતા: મૂળ સુલેખનમાં દુર્લભ બહુવિધ સંસ્કૃત વર્ણન
સામાન્યપણે શ્રીમદ્ ભગવદ્ ગીતા એક જ વ્યક્તિ દ્વારા કરેલા વર્ણન સાથે રજૂ કરવામાં આવે છે. પ્રથમ વખત, વિવિધ અગ્રણી ભારતીય વિદ્વાનો દ્વારા કરવામાં આવેલા મુખ્ય વર્ણનો એક સાથે રજૂ કરવામાં આવી રહ્યાં છે જેથી શ્રીમદ્ ભગવદ્ ગીતા વિશે એક વ્યાપક અને તુલનાત્મક મૂલ્યવાન વર્ણન પ્રાપ્ત થઇ શકે. આ ગ્રંથ, ધર્માથ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે જે શંકર ભાષ્યથી માંડીને ભાષાનુવાદ સુધીની ભારતીય સુલેખનની અસામાન્ય વિવિધતા અને છટા સાથે તૈયાર કરવામાં આવ્યો છે. ડૉ. કરણસિંહ ધર્માર્થ ટ્રસ્ટ, જમ્મુ અને કાશ્મીરના ચેરમેન છે.