10 કરોડથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારોને રૂ. 20,000 કરોડથી વધુ ટ્રાન્સફર કરવામાં આવશે.
અત્યાર સુધીમાં 1.6 લાખ કરોડ રૂપિયાથી વધુની સન્માન રકમ ખેડૂત પરિવારોને ટ્રાન્સફર કરવામાં આવી છે
પીએમની સતત પ્રતિબદ્ધતા અને પાયાના સ્તરના ખેડૂતોને સશક્ત બનાવવાના સંકલ્પને અનુરૂપ
પ્રધાનમંત્રી લગભગ 351 FPO માટે રૂ. 14 કરોડથી વધુની ઇક્વિટી ગ્રાન્ટ પણ બહાર પાડશે, જેનાથી 1.24 લાખથી વધુ ખેડૂતોને ફાયદો થશે

પાયાના સ્તરના ખેડૂતોને સશક્ત બનાવવાની સતત પ્રતિબદ્ધતા અને સંકલ્પને અનુરૂપ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી  વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા 1લી જાન્યુઆરી, 2022ના રોજ બપોરે 12:30 વાગ્યે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના હેઠળ નાણાકીય લાભનો 10મો હપ્તો જાહેર કરશે. આનાથી 10 કરોડથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારોને  રૂ. 20,000 કરોડ.થી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે.

પીએમ-કિસાન યોજના હેઠળ, રૂ. 6000/- નો નાણાકીય લાભ પાત્ર લાભાર્થી ખેડૂત પરિવારોને દર વર્ષે આપવામાં આવે છે, જે પ્રત્યેક રૂ.2000/-ના ત્રણ સમાન 4-માસિક હપ્તામાં ચૂકવવામાં આવે છે. ફંડ સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજનામાં 1.6 લાખ કરોડ રૂપિયાથી વધુની સન્માન રકમ અત્યાર સુધીમાં ખેડૂત પરિવારોને  ટ્રાન્સફર કરવામાં આવી છે.

કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી રૂ. 14 કરોડથી વધુની ઇક્વિટી ગ્રાન્ટ પણ   લગભગ 351 ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન (FPO) માટે બહાર પાડશે, જેનો લાભ 1.24 લાખથી વધુ ખેડૂતોને થશે. પ્રધાનમંત્રી કાર્યક્રમ દરમિયાન એફપીઓ સાથે વાતચીત કરશે અને રાષ્ટ્રને સંબોધન પણ કરશે.

આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ મંત્રી પણ હાજર રહેશે. 

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Modi blends diplomacy with India’s cultural showcase

Media Coverage

Modi blends diplomacy with India’s cultural showcase
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 23 નવેમ્બર 2024
November 23, 2024

PM Modi’s Transformative Leadership Shaping India's Rising Global Stature