પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15 ઓક્ટોબરના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા બાંધવામાં આવેલા હોસ્ટેલ ફેઝ -1 (બોયઝ હોસ્ટેલ)નું ભૂમિ પૂજન કરશે.
છાત્રાલય ભવનમાં આશરે 1500 વિદ્યાર્થીઓ માટે રહેણાંક સુવિધાઓ છે. તેમાં ઓડિટોરિયમ અને વિદ્યાર્થીઓ માટે સમર્પિત પુસ્તકાલય પણ છે. આશરે 500 છોકરીઓને રહેવા માટે હોસ્ટેલ ફેઝ -2નું નિર્માણ આગામી વર્ષથી શરૂ થશે.
સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ વિશે
તે 1983માં સ્થપાયેલ રજિસ્ટર્ડ ટ્રસ્ટ છે જેનો મુખ્ય ઉદ્દેશ સમાજના નબળા વર્ગોનું શૈક્ષણિક અને સામાજિક પરિવર્તન છે. તે વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરવામાં મદદ કરે છે અને તેમને ઉદ્યોગસાહસિકતા અને કૌશલ્ય વિકાસ માટેનું મંચ પણ પૂરું પાડે છે.
આ કાર્યક્રમ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે.