પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24 નવેમ્બરે જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ, નવી દિલ્હી ખાતે સાંજે 5:30 વાગ્યે ‘ઓડિશા પર્વ 2024’ કાર્યક્રમમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.
ઓડિશા પર્વ એ નવી દિલ્હી સ્થિત ટ્રસ્ટ, ઓડિયા સમાજ ફાઈન્ડેશન દ્વારા આયોજિત એક મુખ્ય કાર્યક્રમ છે. તેના દ્વારા, તેઓ ઓડિયા વારસાની જાળવણી અને પ્રચાર માટે મૂલ્યવાન ટેકો પૂરો પાડવા માટે કાર્યરત છે. પરંપરાને આગળ ધપાવીને આ વર્ષે 22 થી 24 નવેમ્બર દરમિયાન ઓડિશા પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. તે રંગબેરંગી સાંસ્કૃતિક સ્વરૂપો દર્શાવતા ઓડિશાના સમૃદ્ધ વારસાને પ્રદર્શિત કરશે અને રાજ્યના જીવંત સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય ચરિત્રને પ્રદર્શિત કરશે. વિવિધ ક્ષેત્રોમાં અગ્રણી નિષ્ણાતો અને પ્રતિષ્ઠિત વ્યાવસાયિકોની આગેવાની હેઠળ રાષ્ટ્રીય સેમિનાર અથવા કોન્ક્લેવ પણ યોજવામાં આવશે.