હુકુમચંદ મિલ કામદારોની લાંબા સમયથી પડતર માંગણીઓના સમાધાનને ચિહ્નિત કરવા માટેનો કાર્યક્રમ
પ્રધાનમંત્રી ખરગોન જિલ્લામાં 60 મેગાવોટના સૌર ઊર્જા પ્લાન્ટનો શિલાન્યાસ પણ કરશે
સોલાર પ્લાન્ટના નિર્માણ માટે ભંડોળ પૂરું પાડવા માટે ઈન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગ્રીન બોન્ડ જારી કરવામાં આવ્યા હતા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 'મઝદૂરોં કા હિત મજદૂરોં કો સમર્પિત' કાર્યક્રમમાં સહભાગી થશે અને હુકુમચંદ મિલનાં કામદારોનાં બાકી લેણાં સાથે સંબંધિત આશરે રૂ. 224 કરોડનો ચેક ઇન્દોરનાં હુકુમચંદ મિલનાં સરકારી લિક્વિડેટર અને લેબર યુનિયનનાં વડાઓને 25 ડિસેમ્બર, 2023નાં રોજ બપોરે 12 વાગે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સુપરત કરશે. આ કાર્યક્રમ હુકુમચંદ મિલ કામદારોની લાંબા સમયથી પડતર માંગણીઓના સમાધાનને ચિહ્નિત કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે.

1992માં ઈન્દોરની હુકુમચંદ મિલ બંધ થયા બાદ હુકુમચંદ મિલના કામદારોએ તેમની બાકી નીકળતી રકમની ચૂકવણી માટે લાંબી કાનૂની લડત લડી હતી અને ત્યાર બાદ તેઓ ફડચામાં ગયા હતા. તાજેતરમાં, મધ્ય પ્રદેશ સરકારે હકારાત્મક ભૂમિકા ભજવી હતી અને સમાધાન પેકેજ પર સફળતાપૂર્વક વાટાઘાટો કરી હતી, જેને અદાલતો, મજૂર સંગઠનો, મિલ કામદારો સહિતના તમામ હિતધારકોએ સમર્થન આપ્યું હતું. સમાધાન યોજનામાં મધ્ય પ્રદેશ સરકાર તમામ બાકી નીકળતી રકમ આગોતરી ચૂકવી દે છે, મિલની જમીનનો કબજો લઈ લે છે અને તેને રહેણાંક અને વાણિજ્યિક જગ્યામાં વિકસાવે છે.

કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખરગોન જિલ્લાનાં સમરાજ અને આશુખેડી ગામમાં સ્થાપિત 60 મેગાવોટનાં સૌર ઊર્જા પ્લાન્ટનો શિલાન્યાસ પણ કરશે. 308 કરોડના ખર્ચે બની રહેલા નવા સોલાર પાવર પ્લાન્ટની સ્થાપનાથી ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશનને દર મહિને અંદાજે 4 કરોડ રૂપિયાની વીજળીબિલમાં બચત કરવામાં મદદ મળે તેવી શક્યતા છે. સોલાર પ્લાન્ટના નિર્માણ માટે ભંડોળ પૂરું પાડવા માટે ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશને 244 કરોડ રૂપિયાના ગ્રીન બોન્ડ જારી કર્યા હતા. ગ્રીન બોન્ડ જારી કરનારી તે દેશની પ્રથમ શહેરી સંસ્થા બની. તેને અસાધારણ પ્રતિસાદ મળ્યો હતો કારણ કે 29 રાજ્યોના લોકોએ તેમને લગભગ 720 કરોડ રૂપિયાના મૂલ્ય સાથે સબસ્ક્રાઇબ કર્યા હતા, જે જારી કરવામાં આવેલા પ્રારંભિક મૂલ્યના લગભગ ત્રણ ગણા હતા.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Budget touches all four key engines of growth: India Inc

Media Coverage

Budget touches all four key engines of growth: India Inc
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 3 ફેબ્રુઆરી 2025
February 03, 2025

Citizens Appreciate PM Modi for Advancing Holistic and Inclusive Growth in all Sectors